અમદાવાદ (Ahmedabad) માં આવેલા GMDC મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે અમદાવાદમાં આવેલા અને હવે વતન પરત ફરવા માગતા લોકો અહી ગ્રાઉન્ડ પર એકઠા થયા હતા. GMDC મેદાનમાંથી બે બસો રાજસ્થાન મોકલવામાં આવી છે. રાજસ્થાન સિવાય અન્ય રાજ્યમાં પણ જવા માંગતા લોકો GMDC મેદાન ખાતે પહોંચ્યા હતા.
ત્યારે યુપી, બિહાર, ઝારખંડના લોકોને ઘરે પરત ફરવા માટે પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા હતા. GMDC મેદાનથી અન્ય કોઈ બસ ન ઉપડવાની હોવાથી પરિવાર અને સામાન સાથે આવેલા લોકો નિરાશ થયા હતા.
લોકડાઉન બાદ અકળાયેલા પરપ્રાંતિયો વતન જવાની જીદે ચઢ્યા છે. અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રહે છે, જેઓ વતન જવા ઈચ્છી રહ્યાં છે. આ હેતુથી તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પોતાનો બધો સામાન લઈને પહોંચી ગયા હતા.