LSG vs GT : ગુજરાત ટાઇટન્સ સામેની મેચ પહેલા લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઇન-ફોર્મ ઓપનિંગ બેટ્સમેન મિચેલ માર્શ આ મેચ રમી રહ્યો નથી. કેપ્ટન ઋષભ પંતે ટોસ સમયે આ માહિતી આપી હતી. માર્શે અત્યાર સુધી 5 મેચમાં ચાર અર્ધસદી ફટકારી છે.
LSG vs GT : IPL 2025માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેનને લઈને લખનૌ સુપર જાયન્ટ્સ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો ઓપનિંગ બેટ્સમેન મિચેલ માર્શ ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાંથી બહાર થઈ ગયો છે.
માર્શ ટુર્નામેન્ટમાં ટોપ-3 રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ છે. તેણે અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાં ચાર અર્ધસદી ફટકારી છે. પરંતુ કેપ્ટન ઋષભ પંતે ગુજરાત સામેની મેચ પહેલા ટોસ દરમિયાન કહ્યું હતું કે માર્શ આ મેચ નથી રમી રહ્યો.
મિશેલ માર્શને કોઈ ઈજા કે ફિટનેસની સમસ્યા નથી. તે અંગત કારણોસર આ મેચ રમી રહ્યો નથી. મિશેલ માર્શને એક દીકરી છે, જે બિમાર હોવાથી તે આ મેચમાં નથી રમી રહ્યો.
ગયા વર્ષે નવેમ્બરમાં મિચેલ માર્શની પત્ની ગ્રેટા માર્શે પુત્રીને જન્મ આપ્યો હતો. માર્શે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને પોતાની દીકરીના જન્મની બધાને માહિતી આપી હતી. માર્શે એપ્રિલ 2023માં ગ્રેટા સાથે લગ્ન કર્યા હતા.
IPL 2025માં મિશેલ માર્શનું બેટ શાનદાર ચાલી રહ્યું છે. તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમે છે. માર્શે અત્યાર સુધી 5 મેચમાં 265 રન બનાવ્યા છે. જેમાં ચાર અર્ધસદીનો સમાવેશ થાય છે. તે 180થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે અને તેથી તેનું બહાર થવું લખનૌ માટે મોટો ઝટકો છે.