હાર્દિક મોદી, અમદાવાદઃ શું તમારે નાના-નાના કામ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે? તો આ આર્ટિકલ તમારા માટે જ છે. અહીં અમે જણાવેલી એપ્સ જો તમે તમારા મોબાઈલમાં રાખશો તો તમારી અનેક સમસ્યાઓનું ખુબ જ સરળ રીતે સમાધાન થઈ જશે. આજના ડિજિટલ યુગમાં કેટલીક એવી એપ્સ છે જેણે આપણુ જીવન ઘણુ સરળ બનાવી દિધુ છે. તેવામાં સરકારે એવી કેટલીક એપ્સ લૉંચ કરી છે જે આપણા માટે વ્યક્તિગત અને ઓફિસમાં ઉપયોગ માટે ખુબ જ સુવિધાજનક છે. આ એપ્સના ઉપયોગથી આપણા જરૂરી ડોક્યુમેન્ટ્સ સુરક્ષિત રાખી શકાય છે.
ઉમંગ એપના માધ્યમથી તમે તમારા PF ખાતા અંગેની તમામ માહિતી લઈ શકો છો. આ એપના માધ્યમથી PF ખાતાનું બેલેન્સ પણ જાણી શકાય છે. તે સિવાય PF ખાતાનું ક્લેમ ટ્રેક પર ચેક કરી શકાય છે. તે સિવાય આ એપના માધ્યમથી હેલ્થકેર, ફાઈનાન્સ, હાઉસિંગથી જોડાયેલી માહિતી લઈ શકાય છે.
આ એપના માધ્યમથી કેટલીક સરકારી યોજનાની માહિતી મેળવી શકાય છે. આ સિવાય એપના માધ્યમથી સરકારી યોજના પર ફીડબેક પર આપી શકાય છે. સાથે જ અપડેટ્સ પણ મેળવી શકાય છે.
આ એપના ઉપયોગથી તમે ટ્રાન્સપોર્ટ સેક્ટરથી જોડાયેલી બધી જ માહિતી લઈ શકીએ છીએ. આ એપના માધ્યમથી કોઈ પણ વાહનનો રજીસ્ટ્રેશન નંબર નાખીને પૂરી માહિતી મેળવી શકાય છે.
ડિજિટલ ઈન્ડિયાની પહલ અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ એપ ખુબ જ સુવિધાજનક છે. આ એપમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ ડોજિટિલ ફોર્મેટમાં સ્ટોર કરી શકાય છે. આ એપમાં માર્કશીટ, સર્ટીફિકેટ, વાહનના ડોક્યુમેન્ટ્સ સહિત સરકારી ડોક્યુમેન્ટ્સ એપમાં રાખી શકાશે. એપમાં રાખવામાં આવેલા પ્રમાણ પત્ર કોઈ પણ જગ્યા પર માન્ય ગણવામાં આવે છે. આ એપના ઉપયોગથી જરૂરી ડોક્યુમેન્ટ્સ બધી જ જગ્યા પર લઈ જવાની જરૂર નથી પડતી. સાથે જ ખોવાઈ જવાનો પણ ડર નથી લાગતો.
કોરોના કાળમાં આ એપની મોટી ભૂમિકા છે. જો તમે રેલ અથવા હવાઈ યાત્રા કરવાનું ઈચ્છતા હોવ તો આ એપ ખુબ જરૂરી છે. કેટલીક સંસ્થાઓએ પોતાના કર્મચારીઓના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ અનિવાર્ય કરી છે. આ એપના માધ્યમથી આસપાસના કોરોનાના દર્દીઓને પણ ટ્રેક કરી શકાય છે. આ એપના માધ્યમથી કોરોના વેક્સિન માટે પણ રજીસ્ટ્રેશન કરી શકાય છે.