PHOTOS

IND vs NZ Final : 7મી ઓવરના ત્રીજા બોલે મોહમ્મદ શમીએ એવું તે શું કર્યું કે વિરાટ-રોહિત થયા ગુસ્સે

Champions Trophy Final : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તેની જ ઓવરમાં એક એવી ભૂલ કરી હતી, જેના પર રોહિત શર્મા અને વિરાટ કોહલી ગુસ્સે થયા હતા. 

Advertisement
1/5

Champions Trophy Final : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ માટે બંને ટીમો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને સામને છે. 

2/5

મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બોલિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા માટે શરૂઆતની કેટલીક ઓવર ઘણી ખરાબ રહી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ખાસ કરીને ફિલ્ડિંગમાં નિરાશ કર્યા હતા.

Banner Image
3/5

મોહમ્મદ શમીએ ઇનિંગની 7મી ઓવરના ત્રીજા બોલ પર રચિન રવિન્દ્રનો કેચ છોડ્યો હતો. શમીએ તેની જ ઓવરમાં આ કેચ છોડ્યો હતો. કેચ છૂટતાં જ રોહિત શર્મા અને વિરાટ કોહલી ગુસ્સે થયા હતા. 

4/5

માત્ર મોહમ્મદ શમીએ જ નહીં પરંતુ તેની આગલી જ ઓવરમાં વરુણ ચક્રવર્તીની બોલ પર શ્રેયસ અય્યરે પણ રચિન રવિન્દ્રને જીવનદાન આપ્યું હતું. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દ્વારા છોડવામાં આવેલો આ 9મો કેચ હતો.

5/5

ભારત સામેની આ ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડના ઓપનર બેટ્સમેન રચિન રવીન્દ્રને તેના જીવનદાનનો ખાસ લાભ મળ્યો નહોતો. રચિન રવિન્દ્રના બે કેચ છૂટ્યા, પરંતુ તે પછી કુલદીપ યાદવના બોલ પર તે ખરાબ રીતે બોલ્ડ થયો હતો. રચિન 29 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. 





Read More