PHOTOS

વિશ્વ ક્રિકેટમાં ગુંજ્યું મોહમ્મદ સિરાજનું નામ, ઓવલના મેદાન પર 'સદી' ફટકારીને રચ્યો ઇતિહાસ

Mohammed Siraj : ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઓવલના મેદાન પર એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં વિકેટોની સદી ફટકારી છે.

Advertisement
1/5

Mohammed Siraj : ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના નામે ટેસ્ટ કારકિર્દીમાં વધુ એક મોટી સિદ્ધિ નોંધાઈ છે. તેણે લંડનના કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડ સામે અનોખી સદી પૂરી કરી છે.

2/5

સિરાજ આ સિદ્ધિ મેળવનાર ભારતનો 7મો ફાસ્ટ બોલર બન્યો. સિરાજે આ 5 મેચની સિરીઝમાં શાનદાર બોલિંગ કરી છે. જ્યારે પણ કેપ્ટન શુભમન ગિલે તેને બોલ આપ્યો છે, ત્યારે સિરાજે વિકેટ લીધી છે. સિરાજ આ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

Banner Image
3/5

મોહમ્મદ સિરાજે ટેસ્ટ ક્રિકેટમાં વિદેશી ધરતી પર વિકેટની સદી પૂરી કરી છે. તેણે જેક ક્રોલીની વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી. ઓવલ ગ્રાઉન્ડ પર રમાયેલી ટેસ્ટ મેચ ભારતની બહાર તેની 27મી ટેસ્ટ હતી, જેમાં તેણે 100 વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી. 

4/5

આ સાથે તે કપિલ દેવ, જવાગલ શ્રીનાથ, ઝહીર ખાન, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ પછી વિદેશી ધરતી પર 100થી વધુ વિકેટ લેનાર 7મો ભારતીય ફાસ્ટ બોલર બન્યો.

5/5

સિરાજે ભારતની બહાર ટેસ્ટ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યા પછી સિરાજે ઓસ્ટ્રેલિયામાં 8 ટેસ્ટ રમી છે અને 33 બેટ્સમેનોને આઉટ કર્યા છે. ઇંગ્લેન્ડમાં તેણે 11 ટેસ્ટ મેચમાં 42 વિકેટ લીધી છે અને દક્ષિણ આફ્રિકામાં, તેણે ચાર મેચમાં 12 વિકેટ લીધી છે.  





Read More