ઘરમાં વાસ્તુ દોષ હોય, આર્થિક તંગી હોય તો જીવનમાં ખુબ કષ્ટ રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા શક્તિશાળી છોડ વિશે જણાવવામાં આવ્યું છે કે જે ધન આકર્ષે છે અને ઘરમાં ગરીબીને ટકવા દેતા નથી.
વાસ્તુ શાસ્ત્રમાં એવા અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે જે તમે સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે. આ ઉપાયોમાં ઘરમાં કેટલાક ખાસ ચોડ લગાવવા પણ સામેલ છે. જે વાસ્તુ દોષ તો દૂર કરે છે પરંતુ સાથે સાથે ઘરમાં ધનને પણ ચુંબકની જેમ આકર્ષે છે. આ છોડ ઘરમાં લગાવવામાં ધનસંપત્તિ વધે છે. ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા વધે છે.
સિક્કા જેવા નાના અને મોટા લીલા પાંદડાવાળો ક્રસુલા પ્લાન્ટ ધનને ચુંબકની જેમ આકર્ષવાની તાકાત ધરાવે છે. એવી માન્યતા છે કે જે ઘરમાં ક્રસુલા પ્લાન્ટ લગાવેલો હોય ત્યાં ક્યારેય ધનની કમી રહેતી નથી. આ પ્લાન્ટને ઝેડ પ્લાન્ટ પણ કહે છે.
મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય છે જેની રોજ પૂજા પણ થાય છે. આ સાથે તુલસીના અનેક ઔષધીય લાભ પણ છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને માતા લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. ઘરમાં પૂર્વ કે પછી ઉત્તર દિશામાં તુલસીનો છોડ રાખવો અને તેની પૂજા કરવી એ માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે. આવું ઘર હંમેશા ધન ધાન્યથી ભરપૂર રહે છે.
બામ્બુ પ્લાન્ટ કે વાંસનો છોડ પણ વાસ્તુ જ નહીં પરંતુ ફેંગશુઈમાં પણ ખુબ જ શુભ અને ધન આકર્ષનારો છોડ ગણાય છે. ઘરમાં વાંસનો છોડ લગાવવાથી ઝડપથી ઉન્નતિ થાય તેવી માન્યતા છે. ધન સમૃદ્ધિ વધે છે. વાંસનો છોડ ઘરમાં લિવિંગ રૂમ કે પછી પૂર્વ દિશામાં રાખવો શુભ હોય છે.
અપરાજિતાના ફૂલ ભગવાન વિષ્ણુને ખુબ પ્રિય હોય છે. જ્યારે સફેદ અપરાજિતા માતા લક્ષ્મીને ખુબ પ્રિય હોય છે. ઘરમાં સફેદ અપરાજિતાનો છોડ લગાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થઈને સુખ સૌભાગ્ય અને ધન વૈભવ આપે છે. અપરાજિતાને ખુબ જ પવિત્ર છોડ ગણવામાં આવે છે. અપરાજિતાને ઘરના મુખ્ય દ્વાર કે પછી ઉત્તર દિશામાં રાખવો શુભ ગણાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)