arat Rain Forecast: કેરળ-મુંબઈમાં તો ચોમાસું આવી ગયું હતું, પરંતુ ત્યાંથી ચોમાસું આગળ વધતુ જ ન હતું. ચોમાસું મુંબઈ બાદ અ...
ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે, ત્યારે આજથી ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ ચોમાસુ ઘમરોળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ગત 26 તારીખથી મુંબઈમાં ચોમાસું નિષ્ક્રિય થયું હતું. એટલે કે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ છે. આવા સંજોગોમાં 19 દિવસ બાદ ચોમાસાને લઈ શુભ સંકેત મળ્યા છે.
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદના આગમન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. 15થી 18 જૂન સુધી વરસાદી એક્ટિવિટી વધશે. 15 અને 16 જૂને ભારે પવન ફૂંકાવાનું એલર્ટ છે. 16 અને 17 જૂને ભારે પવન સાથે વરસાદ આવશે. માછીમારોને હાલ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ગુજરાતના 104 તાલુકામાં વિધિવત ચોમાસું બેઠું છે. હવામાન વિભાગે 18 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ચોમાસું 25 જૂન સુધી દેશના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. મધ્ય ભારતના કેટલાક બાકીના ભાગો ઉપરાંત પૂર્વમાં ચોમાસાનો 18 જૂન સુધીમાં સત્તાવાર પ્રારંભ થઈ શકે છે.
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે હવે ગુજરાતીઓએ આજે શુકનની લાપસી બનાવવી જોઈએ. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી વિશે અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. હવામાન આગાહીકાર અંબાલાલની ચોમાસાની આગાહી આવી છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, કેટલાક સાયક્લોનિક સર્કલયુશેનના કારણે 18 જુન થી 24 જુને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.
વડોદરા, પંચમહાલ અને આણંદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાકમાં ભાગોમાં વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશના બોર્ડર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 22 તારીખથી બંગાળમાં સિસ્ટમમાં સક્રિય થતા ગુજરાતમા 24 થી 30 ગુજરાતમા વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે અરબ સાગર સક્રિય થઈ ગયો છે. અરબ સાગરના કરંટના કારણે 16 જૂનથી ચોમાસું ધીમે-ધીમે આગળ વધશે. મોટાભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 15 જૂનની આસપાસ ચોમાસું આવી જતું હોય છે. જો કે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઇ હોવાના કારણે હવે આ ચોમાસું 16મી સક્રિય થતાં 20 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે.
ચોમાસું ભલે મોડું આવે, પરંતુ 15 થી 20 જૂન સુધીમાં તીવ્ર થંડર સ્ટ્રોમ થવાની શક્યતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એટલે કે ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસું પહોંચે, તે પહેલા પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદ યથાવત રહેશે.
ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ છે. બીજી બાજુ, અરબ સાગરથી ઓડિશા સુધી ટ્રફ લાઈન સક્રિય છે. 19 દિવસ બાદ ચોમાસાને લઈ શુભ સંકેત સામે આવ્યા છે. ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે. તે જોતાં ચોમાસું 72 કલાકમાં ગુજરાતમાં બેસી શકે છે.