Monsoon Travel Destinations in India: ભારતની કેટલીક જગ્યાઓ એવી છે જ્યાંની સુંદરતા ચોમાસા દરમિયાન અનેકગણી વધી જાય છે. જો તમે જુલાઈ ઓગસ્ટમાં ફરવા જવાનું વિચારતા હોય તો આ 5 જગ્યાની મુલાકાત લઈ શકો છો. અહીં સુંદર ઝરણા, જંગલ, પહાડો વચ્ચે સમય પસાર કરી તમારું મન પણ પ્રફુલ્લિત થઈ જશે.
જો તમે ચોમાસામાં ફરવા જવાનું વિચારો છે તો કેરળમાં મુન્નાર જઈ શકો છો. વરસાદ પછી અહીં ચારેતરફ હરિયાળી છવાઈ જાય છે. પર્વતો પર ધુમ્મસ રહે છે અને ચાના બગીચા અત્યંત સુંદર દેખાય છે.
ભારતનું સ્કોટલેન્ડ ગણાતું કુર્ગ ચોમાસામાં હરિયાળીથી છલોછલ થઈ જાય છે. આ વાતાવરણમાં કોફીના બગીચા, ઝરણા અને જંગલ વચ્ચે ફરવાની મજા આવે છે.
ચોમાસામાં ફરવા માટે મેઘાલય પણ શાનદાર ઓપ્શન છે. નેચર લવર માટે આ જગ્યા અદ્ભુત છે. ધુમ્મસથી ઢંકાયેલા પર્વત, ખળખળ વહેતા ઝરણા તમને નેચરની વધારે નજીક લઈ જશે.
તળાવોની નગરી ઉદયપુરમાં ચોમાસા દરમિયાન ફરવા જવાનું વિચારી શકાય છે. વરસાદી વાતાવરણમાં અરાવલીની પર્વતમાળા અને સુંદર ઝરણ મન મોહી લેશે.
ઉત્તરાખંડમાં આવેલી વેલી ઓફ ફ્લાવર્સ વર્ષમાં થોડા મહિના માટે જ ખુલે છે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન અહીં તમને અદ્ભુત નજારો જોવા મળશે. ફુલથી ઢંકાયેલા મેદાનમાં ટ્રેકિંગ કરવાની મજા જ અલગ હોય છે.