arat Monsoon 2025: ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં હળવો વરસાદ સતત પડી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં ચોમાસાના આગમન માટે આપણે વધુ રાહ જ...
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે સવારથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની 8 જૂન સુધીની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના ઘણા ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આજે બનાસકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે.
ચોમાસું સડસડાટ મુંબઈમાં આગળ વધ્યા પછી બ્રેક લાગવાનું કારણ ઉત્તર, પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ ભારતમાં ગરમ પવનો ફૂંકાતા હતા તે ગરમ પવનો વહેતા હતા તે કરાણે ચોમાસાને બ્રેક લાગવાની શકયતા દર્શાવવામાં આવી છે. રશિયાના બગોમાં એન્ટી સાઈકલોન સર્ક્યુલેશન બન્યું હતું, તેથી પણ ચોમાસામાં બ્રેક લાગવાની હતી. દક્ષિણ ચીનમાં લો પ્રેસર બનવા જઈ રહ્યું છે તેના કારણે અરબ સાગરના પ્રવાહો, બંગાળ ઉપ સાગરમાં થઈને સડસડાટ દક્ષિણ ચીન તરફ વહી રહ્યા છે. જેના કારણે ચોમાસું સક્રિય થાય તે જણાતું નથી.
અંબાલાલે જણાવ્યું છે કે તારીખ 11 જૂન બાદ રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ રહેશે. તારીખ 8 થી 12માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 12થી 18માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે. 10મી જૂને નબળું ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગમાં આવી શકે છે. 12થી 18માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.
જાણકારો કહે છે કે, આગામી થોડા દિવસોમાં ચોમાસાનો વરસાદ ઓછો રહેશે, પરંતુ 11-12 જૂનથી ચોમાસું મજબૂત બનશે અને દેશના બાકીના ભાગોને આવરી લેવાનું શરૂ કરશે. આ વર્ષે કેરળમાં ચોમાસાની શરૂઆત 24 મેના રોજ થઈ હતી, જે સામાન્ય સમયપત્રક કરતાં વહેલી હતી. તેણે ઝડપથી દક્ષિણ, ઉત્તરપૂર્વીય અને પશ્ચિમ ભારતના કેટલાક ભાગોને આવરી લીધું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેની પ્રગતિ અટકી ગઈ છે, જેને 'મોન્સુન' તરીકે ઓળખવામાં આવે છે.