ગુરુ અને ચંદ્રની યુતિ એ પણ શ્રાવણિયા શિવરાત્રીના અવસરે ગજકેસરી રાજયોગનો સંયોગ બનાવી રહ્યો છે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે....
વૈદિક જ્યોતિષ મુજબ તહેવારો અને વ્રતો પર અનેક શુભ યોગ તથા રાજયોગનું નિર્માણ થતું હોય છે. જેનો પ્રભાવ માનવજીવન અને દેશ દુનિયા પર પડે છે. અત્રે જણાવવાનું કે આ વર્ષે શ્રાવણની શિવરાત્રી 23 જુલાઈએ છે (દેશના અનેક ભાગોમાં શ્રાવણ મહિનો વહેલો શરૂ થાય છે) જ્યારે આ દિવસે ગુરુ અને ચંદ્રનો દુર્લભ રાજયોગ પણ બની રહ્યો છે. આવામાં કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
સિંહ રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગ લાભકારી નીવડી શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી આવકના અને લાભના સ્થાને બનવા જઈ રહ્યો છે. આથી આ સમયમાં તમારી આવકમાં બંપર વધારો થઈ શકે છે. આવકના નવા નવા સ્ત્રોત પણ બની શકે છે. સંપત્તિ સંબંધિત વિવાદ ઉકેલાઈ શકે છે. માનસિક શાંતિ મળશે. જૂના રોકાણથી લાભ થશે. જેના કારણે યુવાઓએ આર્થિક સંકટનો સામનો કરવો પડશે નહીં.
ગજકેસરી રાજયોગ બનવાથી તુલા રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી ભાગ્યના સ્થાને બનવા જઈ રહ્યો છે. આથી તમારો ભાગ્યોદય થઈ શકે છે. કામકાજ સંબંધિત મુસાફરી કરી શકો છો. વેપારીઓને માંગ વધવાની તકો ઊભી થશે. યુવાઓની વાણી અને સંચાર કૌશલમાં સુધારો થશે. ત્યારબાદ તેમના સ્વભાવની પ્રશંસા થશે. કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.
વૃષભ રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગ લાભકારી નીવડી શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્નભાવે બનવા જઈ રહ્યો છે. આથી તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. જે લોકો સમાજના હિતમાં કામ કરે છે તેમની સામાજિક પ્રતિષ્ઠા વધશે. ફસાયેલું ધન પાછું મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે. વાણીનો પ્રભાવ વધશે, જેનાથી લોકો ઈમ્પ્રેસ થશે. કોઈ મિત્રની મદદથી નવી જોબ મળી શકે છે. જ્યાં પગાર પણ સારો હોવાની શક્યતા છે. માર્કેટિંગ, બેંકિંગ, મીડિયા અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોને સારો લાભ થઈ શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.