Gaj Kesari Rajyog 2025: વૈદિક જ્યોતિષ મુજબ ચંદ્રમાના ધનુ રાશિમાં જવાથી ગુરુની દ્રષ્ટિ પડી રહી છે. જેનાથી ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં આ ત્રણ રાશિઓને ખુબ લાભ મળી શકે છે.
Gaj Kesari Rajyog 2025: દેવતાઓના ગુરુ બૃહસ્પતિને નવગ્રહોમાં ખુબ ખાસ ગ્રહ માનવામાં આવે છે. ગુરુને જ્ઞાન, ધર્મ, બુદ્ધિ, કાનૂન, શિક્ષણ, ધન ઐશ્વર્ય વગેરેના કારક ગ્રહ માનવામાં આવે છે. આવામાં ગુરુની સ્થિતિમાં ફેરફારની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે જોવા મળી શકે છે. હાલ ગુરુ બૃહસ્પતિ મિથુન રાશિમાં બિરાજમાન છે. આવામાં કોઈને કોઈ ગ્રહની સાથે યુતિ થતી રહેશે. આવામાં ગુરુ બૃહસ્પતિની પ્રથમ દ્રષ્ટિ ચંદ્રમા પર પડી રહી છે જેનાથી ગજકેસરી યોગ બની રહ્યો છે. કેટલાક રાશિના જાતકોને નોકરી ધંધામાં બંપર લાભ થઈ શકે છે. આ ચંદ્ર રાશિના આધારે જણાવી રહ્યા છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રમા ધનુ રાશિમાં 11 જૂનના રોજ રાતે 8.10 વાગે પ્રવેશ કરશે અને આ રાશિમાં 14 જૂન સુધી રહેશે. આવામાં લગભગ 54 કલાક સુધી રાજયોગનું નિર્માણ થશે. ગુરુ ધનુ રાશિમાં સપ્તમ ભાવમાં રહેશે અને તેમની દ્રષ્ટિ એકાદશ ભાવ, પ્રથમ ભાવ અને તૃતિય ભાવ પર પડશે. આવામાં પ્રથમ ભાવમાં ચંદ્રમા હોવાથી ગજકેસરી યોગ બનશે જે ભાગ્ય ચમકાવી શકે છે.
ધનુ રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગ ખુબ લાભકારી રહી શકે છે. આ રાશિના જાતકોને માનસિક તાણથી મુક્તિ મળી શકે છે. આ સાથે જ મન શાંત થવાના કારણે નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોવ તો આ સમયગાળામાં કરવું લાભકારી રહેશે. રિટેલ શોપ, હોલસેલ ડીલિંગનું કાર્ય કરનારા જાતકોને લાભ થઈ શકે છે. નવી નોકરીની શોધ કરી રહ્યા હોવ તો લાભ થઈ શકે છે. આધ્યાત્મ તરફ ઝૂકાવ રહેશે. જેના કારણે ધાર્મિક પ્રવાસ કરી શકો છો.
તુલા રાશિના જાતકો માટે ગજકેસરી યોગ ખુશીઓ લઈને આવી શકે છે. આ રાશિના નવમા ભાવમાં ગુરુ રહેશે. આવામાં આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રે આવતી મુશ્કેલીઓથી છૂટકારો મળી શકે છે. અટકેલા કામો ફરીથી શરૂ થઈ શકે છે. ધન લાભના યોગ છે. અચાનક ધનલાભ થઈ શકે. વિદેશ મુસાફરીના યોગ છે. આધ્યાત્મ તરફ ઝૂકાવ રહેશે. ભાગ્યનો સાથ મળી શકે છે. નોકરી માટે પણ આ યોગ લાભકારી રહી શકે છે. બીજી નોકરી ઉપરાંત પદોન્નતિના યોગ છે.
આ રાશિના જાતકોને ગજકેસરી યોગથી લાભ થઈ શકે છે. આ રાશિના જાતકોને ધનલાભના પ્રબળ યોગ છે. અને ઈચ્છાઓ પૂર્તિ થઈ શકે છે. આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સાથે જ સારી નોકરી મળવાની સાથે પદ અને પગારમાં વધારો થઈ શકે છે. ધન કમાવવાની સારી તકો મળી શકે છે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. ઉચ્ચ શિક્ષ મેળવવાનું સપનું પૂરું થઈ શકે છે. નિર્ણય ક્ષમતામાં પ્રબળ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. લવ લાઈફ અને દાંપત્ય જીવન પણ સારું રહેશે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.