PHOTOS

Recipe: દાળવડાને ભુલાવી દે એવા ટેસ્ટી અને કરકરા ભાતના ભજીયા બનાવવાની રીત

Mosoon Special Recipe: વરસાદ પડે એટલે 99 ટકા ઘરમાં ભજીયા બને છે. વરસાદી વાતાવરણમાં ગરમાગરમ ભજીયા ખાવાની મજા અલગ જ હોય છે. ભજીયા અલગ અલગ વસ્તુઓ સાથે બને છે. પણ આજે તમને વધેલા ભાતમાંથી દાળવડા જેવા ક્રિસ્પી ભજીયા કેવી રીતે બનાવવા તે જણાવીએ.
 

Advertisement
1/6
કરકરા ભજીયા
 કરકરા ભજીયા

ઘરમાં જો ભાત વધ્યા હોય તો તેનો ઉપયોગ કરી તમે સ્વાદિષ્ટ અને કરકરા ભજીયા બનાવી શકો છો. આ ભજીયા ફુદીનાની ચટણી સાથે ખાશો તો જલસો પડી જશે. તો ચાલો તમને જણાવીએ ભાતના ભજીયા કેવી રીતે બનાવવા.  

2/6
ભજીયા માટેની સામગ્રી
ભજીયા માટેની સામગ્રી

2 કપ ભાત, 1 કપ ચણાનો લોટ, લીલા ધાણા, લીલા મરચાં અને આદુની પેસ્ટ 1 ચમચી, અજમા, મીઠું, તેલ, લાલ મરચું પાવડર.  

Banner Image
3/6
ભજીયાનું બેટર
ભજીયાનું બેટર

એક મોટા બાઉલમાં સૌથી પહેલા ચણાનો લોટ લેવો અને તેમાં થોડું પાણી ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં તેલ સિવાયની બધી જ સામગ્રી ઉમેરી ભજીયાનો ઘોળ તૈયાર કરી લો. આ ભજીયાનું બેટર વધારે પાતળું ન કરવું. બેટર થોડું ઘટ્ટ જ રાખવું.  

4/6
ગરમ તેલમાં ભજીયા તળી લો
ગરમ તેલમાં ભજીયા તળી લો

ભજીયાના મિશ્રણને 10 મિનિટ રેસ્ટ આપો અને પછી ગરમ તેલમાં ભજીયા ક્રિસ્પી થાય  ત્યાં સુધી તળી લો.   

5/6
ભજીયાનું બેટર
ભજીયાનું બેટર

જો ભજીયાનું બેટર ઘટ્ટ રાખશો તો ભજીયાનો આકાર સરળ ગોળ રહેશે અને ભજીયા ક્રિસ્પી પણ બનશે. સાથે જ ભાત હોય તેના કરતાં અડધો ચણાનો લોટ લેવો. આ 2 વાતનું ધ્યાન રાખશો તો ભજીયા સૌથી સારા બનશે  

6/6




Read More