Most Beautiful Queen Radhikaraje Gaekwad Networth: જેની તિજોરીમાં 20000 કરોડ રૂપિયાની સંપત્તિ હોય, રહેવા માટે દેશ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું ઘર હોય, નામની આગળ 'મહારાણી' લાગતું હોય. અને ખાનદાન શાહી હોય પરંતુ તે 100 વર્ષ જુની સાડી પહેરીને કોઈ ફંક્શનમાં પહોંચે તો ચર્ચા થવાની જ છે.
જેની તિજોરીમાં 20000 કરોડ રૂપિયાની સંપત્તિ હોય, રહેવા માટે દેશ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું ઘર હોય, નામની આગળ 'મહારાણી' લાગતું હોય. અને ખાનદાન શાહી હોય પરંતુ તે 100 વર્ષ જુની સાડી પહેરીને કોઈ ફંક્શનમાં પહોંચે તો ચર્ચા થવાની જ છે. જ્યાં તમારા અને મારા જેવા લોકો એક ફંકશનમાં જો એક ડ્રેસ પહેર્યા હોય તો બીજા ફંકશનમાં તેને રિપીટ કરતા અચકાતા હોય છે, ત્યાં બરોડાની મહારાણીએ 100 વર્ષ જૂની સાડીને માત્ર રિપીટ જ નથી કરી પરંતુ પોતાની અપાર સંપત્તિ છતાં સાદગીનો પરિચય આપ્યો છે.
આ ફંક્શન હતું ડિઝાઇનર સબ્યસાચીની 25મી એનિવર્સિરીનો. આ ફંક્શનમાં બોલિવૂડથી લઈને સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતની દિગ્ગજ હસ્તીઓએ હાજરી આપી હતી, ફેશનને મેળો લાગો હતો, ત્યાં બરોડાના ગાયકવાડ રાજવી પરિવારની મહારાણી રાધિકારાજે ગાયકવાડે સાદગીનો પરિચય આપતા તેમની 100 વર્ષ જૂની પૈઠણી સાડી પહેરીને પહોંચ્યા હતા.
બરોડાની મહારાણી લક્ષ્મીવિલાસ પેલેસની માલિકન રાધિકારાજે ગાયકવાડ માત્ર સંપત્તિથી જ અમીર નથી, પરંતુ સુંદરતામાં પણ બોલિવૂડની અભિનેત્રીઓને માત આપે છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર તે દેશની સૌથી સુંદર મહારાણી છે. જેની સાદગી બીજા બધા પર ભારી પડી જાય છે.
મહારાણી રાધિકારાજે ગાયકવાડ બ્લેક અને ગોલ્ડન પૈઠણી સાડી અને ગજરામાં ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી હતી. મહારાણી રાધિકારાજેનો સાડીમાં નૂર એકદમ અલગ જ જોવા મળ્યો હતો. ઘણીવાર તે સાડીઓમાં તેની પરંપરાગત શૈલી બતાવીને દિલ જીતી લે છે, પરંતુ તેની સુંદરતા કાળી પૈઠની નૌવારી સાડીમાં તેમની ખૂબસૂરતી વધુ પ્રતિબિંબિત થઈ હતી. રાધિકારાજે સમયની સાથે પોતાની જાતને બદલી રહી છે. તેમને મોડર્ન મહારાણી કહેવામાં આવે છે.
જો કે, હવે ભારતમાં રોયલ્ટી લગભગ લુપ્ત થઈ ગઈ છે, તેમ છતાં કેટલાક રાજ્યોમાં વારસો હજુ પણ સચવાયેલો છે. ગુજરાતમાં બરોડાનું રજવાડું તેમાંનું એક છે.
મહારાજ સમરજિત સિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડ બરોડાના લક્ષ્મી વિલાસ પેલેસનો વારસો સંભાળી રહ્યા છે. 19 જુલાઈ 1978ના રોજ જન્મેલા મહારાણી ગુજરાતના વાંકાનેર રજવાડાના છે. તેમનું શિક્ષણ દિલ્હીમાં થયું હતું.
તેમના પિતા ડો. એમ.કે. રણજિતસિંહ ઝાલાએ IAS બનવા માટે રાજાશાહી પદવી છોડી દીધી હતી. રાધિકારાજે પણ બાળપણથી જ સાદગીભર્યું જીવન જીવ્યા છે. દિલ્હીની લેડી શ્રીરામથી ઇતિહાસમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે, મહારાજ સમરજિતસિંહ ગાયકવાડ સાથે લગ્ન કરતા પહેલા તેણીએ પત્રકાર તરીકે કામ કર્યું હતું.
રાધિકારાજેએ પત્રકાર તરીકે પણ કામ કર્યું છે. અભ્યાસની સાથે તેઓ એક અખબારમાં પણ કામ કરતી હતી. વર્ષ 2002માં તેમણે બરોડાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ સાથે લગ્ન કર્યા.
બે પુત્રીઓની સાથે તેઓ દેશના સૌથી મોટા પ્રાઈવેટ રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ લક્ષ્મી વિલાસ પેલેસમાં રહે છે. લગભગ 600 એકરમાં ફેલાયેલા લક્ષ્મી વિલાસ પેલેસના કેટલાક હિસ્સાને હવે સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવ્યા છે.
બ્રિટિશના શાહી પરિવારનો મહેલ બકિંગહામ પેલેસ વિશે તો દરેક જણ જાણે છે. આ આલીશાન મહેલ બ્રિટિશ રાજવી પરિવારનું ઘર રહ્યું છે. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક એવો મહેલ છે જે બકિંગહામ પેલેસ કરતા 4 ગણો મોટો છે. આ વિશ્વનું સૌથી મોટું ઘર છે, જેમાં 4 બકિંગહામ પેલેસ રહી શકે છે. વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ વિશ્વનું સૌથી મોટું ખાનગી રહેઠાણ છે. આ ઘરની સામે અંબાણીનું એન્ટિલિયા પણ ઝાખો પડે છે.
આ મહેલ 3,04,92,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. તેને બનાવવામાં 12 વર્ષ લાગ્યા હતા. આ મહેલની ડિઝાઈન ચાર્લ્સ ફેલો ચિશોલ્મ દ્વારા બનાવવામાં આવી હતી. 170 રૂમ ઉપરાંત આ મહેલમાં વિશાળ બગીચો, ઘોડેસવારી પેલેસ, સ્વિમિંગ પૂલ, ગોલ્ફ કોર્સ સહિતની ઘણી સુવિધાઓ છે. આ મહેલને બનાવવામાં 18 હજાર ગ્રેટ બ્રિટન પાઉન્ડનો ખર્ચ થયો હતો. આજે આ દેશનું સૌથી મોંઘું ઘર છે.
આ પેલેસની કિંમત લગભગ 2,43,93,60,00,000 રૂપિયા છે. નોંધનીય છે કે, આ કિંમત રિયલ એસ્ટેટ અનુસાર અંદાજિત કિંમત છે. જો આપણે સમરજીતસિંહની સંપત્તિની વાત કરીએ તો તેમની કુલ સંપત્તિ 20000 કરોડ રૂપિયા છે. ગાયકવાડ પરિવારની દેશભરમાં ઘણી મિલકતો છે.
ગાયકવાડ પરિવાર પાસે રાજા રવિ વર્માના ઘણા પેન્ટિંગ વારસામાં મળ્યા છે. સોના-ચાંદીના દાગીના ઉપરાંત ગુજરાત અને વારાણસીના 17 મંદિરોના ટ્રસ્ટનું સંચાલન પણ ગાયકવાડ પરિવાર પાસે છે. ઘણા રાજ્યોમાં તેમની પાસે સંપત્તિ છે.
મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1886માં બનેલી પ્રથમ મર્સિડીઝ બેન્ચ પેટન્ટ મોટરવેગન ખરીદી હતી. રોયલ ફેમિલી પાસે 1934ની રોલ્સ-રોયસ, 1948ની બેન્ટલી માર્ક VI અને 1937ની રોલ્સ-રોયસ ફેન્ટમ III પણ છે.
સમરજિતસિંહ ગાયકવાડ મહારાજા રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ અને શુભાંગીનીરાજેના એકમાત્ર પુત્ર છે. સમરજિતસિંહ ગાયકવાડ ભૂતપૂર્વ ક્રિકેટર પણ રહી ચૂક્યા છે. પિતાના અવસાન બાદ સમરજિતસિંહ ગાયકવાડ મહારાજા બન્યા છે. તેમની ગણતરી સૌથી અમીર ક્રિકેટરોમાં થાય છે. તેમણે રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. છ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા અને બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી.