PHOTOS

સાડી પહેરવું ગર્વ છે અમારું : સાડી પહેરીને મહિલાઓએ ઉજવ્યો મધર્સ ડે

Mothers Day : "જનની જોડ શખી નહિ જડે રે લોલ", જીહા આજે મધર્સ ડે એટલે કે માતૃત્વ દિવસ નિમિત્તે તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે ભગિની સમાજ ની બહેનો દ્વારા અનોખી સાડી વોકથોન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરની બહેનો સાડી પહેરી આજના દિવસ માતૃત્વ દિવસની વિવિધ સૂત્રોચ્ચાર અને તેને સંલગ્ન બેનરો સાથે વ્યારા નગરમાં ફરી હતી. 
 

Advertisement
1/9

"એક માં હજારો શિક્ષકોના સમાન છે", "દુનિયાના બધા દુઃખો જમા કરવાની બેંક એટલે માં", "માતૃ દેવો ભવ", "માં તે માં બીજા વગડાના વા".....જેવા સુંદવાક્યોના બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પગે બુટ અને સાડી પહેરી તાપી જિલ્લાની બહેનો વ્યારા નગરમાં ફરી હતી, જેમાં યુવા દીકરીઓથી લઈને 70 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ પણ આ સાડી વોકેથોનનો ભાગ બની હતી.  

2/9

તાપીના વ્યારા નગરમાં પહેલીવાર યોજાઈ રહેલ સાડી વોકેથોનનો ઉદેશ્ય માતૃશક્તિને ઉજાગર કરવાની સાથે ભુલાતr જતી આપણી સંસ્કૃતિ એટલે કે સાડીની સંસ્કૃતિ પ્રત્યે લોક જાગૃતતા આવે અને હંમેશા 24*7 કલાક પોતાના પરિવાર પછાડી વ્યસ્ત રહેતી મહિલાઓ પોતાના જ સ્વાસ્થ્ય પ્રત્યે બેજવાબદાર થઈ જતી હોય છે અને કેટલાક કિસ્સાઓમાં ગંભીર રોગનો ભોગ બનતી હોય છે, આવી મહિલાઓ પોતાના સ્વાસ્થ્યની પણ દરકાર કરે તે આજની વોકેથોનનો ઉદેશ્ય હતો.  

Banner Image
3/9

આ વોકેથોનમાં તાપી જિલ્લાના ડોકટરો, પ્રોફેસર, શિક્ષકો જેવા અન્ય વ્યવસાય સાથે જોડાયેલ મહિલાઓ સહિત ગૃહિણીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને લોકો વચ્ચે માતૃત્વ દિવસનો અનોખો સંદેશો પહોંચાડ્યો હતો.

4/9
5/9
6/9
7/9
8/9
9/9




Read More