PHOTOS

જીવા સિંહ ધોનીને મળ્યો નવો મિત્ર, સલમાન ખાન સાથે છે સ્પેશિયલ કનેક્શન

સોશિયલ મીડિયા પર જીવા સિંહ ધોની અને આહિલ શર્માના ફોટા વાયરલ થઇ રહ્યા છે. 

Advertisement
1/6
જીવાને મળ્યો નવો મિત્ર
જીવાને મળ્યો નવો મિત્ર

મહેંદ્ર સિંહ ધોનીની પુત્રી જીવા સ્વભાવમાં બિલકુલ પોતાના પપ્પાની માફક કૂલ છે. જીવા ખૂબ જલદી નવા મિત્રો બનાવી લે છે. આ કારણે સ્પોર્ટ્સ સ્ટાર કિડ્સમાં જીવા સૌથી વધુ પસંદ કરવામાં આવતી સ્પોર્ટ્સ સ્ટાર કિડ છે. આઇપીએલ 2018માં જીવાએ પોતાના ક્યૂટ અને નટખટ અદાઓથી બધાનું દિલ જીતી લીધું હતું. આઇપીએલ દરમિયાન સોશિયલ મીડિયા પર જીવાની વાયરલ તસવીરો અને વીડિયોઝને ખૂબ પ્રશંસા મળી. હવે એક નવા મિત્રની સાથે જીવા સિંહ ધોનીની ક્યૂટ તસવીરો વાઇરલ થઇ રહી છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. (Ziva singh Dhoni/Instagram)

2/6
સલમાનનો આ નવા મિત્રો સાથે છે ખાસ સંબંધ
સલમાનનો આ નવા મિત્રો સાથે છે ખાસ સંબંધ

જીવા સિંહ ધોનીના આ નવા મિત્રનું નામ આહિલ શર્મા છે અને આ બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનના ખૂબ ખાસ છે. આહિલ શર્મા સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માનો પુત્ર છે. હાલ જીવા અને આહિલ વચ્ચે સારી મિત્રતા છે. અર્પિતા પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પરથી આહિલ અને જીવાની ઘણી ક્યૂટ-ક્યૂટ તસવીરો શેર કરી છે. (Arpita khan sharma/Instagram)

Banner Image
3/6
સલમાન ખાનનો ભત્રીજો છે આહિલ શર્મા
સલમાન ખાનનો ભત્રીજો છે આહિલ શર્મા

મહેંદ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ પણ જીવા અને આહિલનો એક ફોટો શેર કર્યો છે. જીવા અને આહિલના આ ફોટામાં જીવા ખૂબ પ્રેમથી આહિલને હગ કરતી જોવા મળી રહી છે. તો બીજી તરફ આહિલના હાથમાં એક લાડવો છે, જેને તે ખાઇ રહ્યો છે. (Arpita khan sharma/Instagram)

4/6
સલમાન ખાનની બહેન અર્પિતાએ શેર કર્યા ફોટા
સલમાન ખાનની બહેન અર્પિતાએ શેર કર્યા ફોટા

આ ફોટામાં સ્પષ્ટ દેખાઇ શકાય છે કે જીવા અને આહિલ વચ્ચે ગાઢ મિત્રતા થઇ ગઇ છે. ફેંસને આહિલ અને જીવાના આ ફોટા ખૂબ પસંદ આવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે મહેંદ્ર સિંહ ધોની અને સલમાન ખાન વચ્ચે ગાઢ મિત્રતા છે. ગત વર્ષે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન મુંબઇના રિસેપ્શન બાદ ધોની અને સાક્ષી સલમાન ખાનના ઘરે પહોંચ્યા હતા. (Arpita khan sharma/Instagram)

5/6
ધોની-સલમાન વચ્ચે પણ છે ગાઢ મિત્રતા
ધોની-સલમાન વચ્ચે પણ છે ગાઢ મિત્રતા

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા રાંચી ગઇ હતી. ત્યારે મહેંદ્ર સિંહ ધોનીના ઘરે પન ગઇ હતી. આહિલ અને જીવાનો આ ફોટો ધોનીના રાંચીવાળા ફાર્મ હાઉસનો છે, અર્પિતાએ સાક્ષી અને બંને બાળકો સાથે પણ એક સુંદર તસવીર શેર કરી છે.  (Arpita khan sharma/Instagram)

6/6
સુરેશ રૈનાની પુત્રી ગ્રેસિયા પન છે જીવાની ખાસ મિત્ર
સુરેશ રૈનાની પુત્રી ગ્રેસિયા પન છે જીવાની ખાસ મિત્ર

જીવા સિંહ ધોની ખૂબ ફેંડલી છે. આઇપીએલ દરમિયાન પણ ઘણા બીજા ક્રિકેટરના બાળકો સાથે જીવાની મિત્ર બની ગઇ હતી. સુરેશ રૈના અને ધોની એક ટીમ ચેન્નઇ સુપરકિંગ્સ ભાગ હતો. આ દરમિયાન જીવા અને રેનાની પુત્રી ગ્રેસિયા ક્લોઝ ફ્રેડ બની ગઇ હતી. આઇપીએલ અને પછી ઇગ્લેંડ પ્રવાસ પર પણ જીવા અને ગ્રેસિયાના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. (Sakshi Singh Dhoni/Instagram)





Read More