Top Multibagger Penny Stocks: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વૈશ્વિક શેર બજારનો માહોલ હવે ધીરે ધીરે પાટા પર આવી રહ્યો છે. પરંતુ તેમ છતાં રોકાણકારો ભયમાં છે. આ વચ્ચે કેટલાક પેની સ્ટોક્સે તેમના રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. છેલ્લા એક મહિનામાં 10 રૂપિયા સુધીના પેની સ્ટોક્સે તેના રોકાણકારોને માલામાલ કર્યા છે. શેર બજારમાં રોકાણ કરવું રિસ્કથી ભર્યું હોય છે, ખાસ કરીને પેની સ્ટોકમાં રોકાણ ખુબજ જોખમ ભર્યું હોય છે, પરંતુ જો આ શેર ચાલી ગયા તો બમ્પર રિટર્ન આપે છે. આજે અમે તમને આવા જ 4 પેની સ્ટોક્સ વિશે જણાવી રહ્યા છીએ જેના શેરની કિંમત 1.90 રૂપિયાથી 7.55 રૂપિયા હતી. પરંતુ એક મહિનામાં તેનું રિટર્ન 55 ટકા સુધી છે. એટલે કે આ શેર તમને છપ્પર ફાડ રિટર્ન આપી શકે છે.
આ ચાર પેની સ્ટોક્સમાં સૌથી પહેલું નામ છે રાજ રેયાન. રાજ રેયાનના શેર એક મહિનામાં 55 ટકા સુધી જબરદસ્ત રિટર્ન આપે છે. છેલ્લા 3 વર્ષમાં આ સ્ટોકે તેમના રોકાણકારોને 4100 ટકાનો નફો આપ્યો છે. આ સમયગાળામાં નિફ્ટી સ્મોલ કેપ 100 નું રિટર્ન માત્ર 60.29 ટકા છે.
બમ્પર નાફો આપતી પેની સ્ટોક્સની લિસ્ટમાં બીજું નામ Zenith Birla નું. સોમવારના Zenith Birla ના શેર 1.80 રૂપિયા પર બંધ થયા છે. એટલું જ નહીં, આ સ્ટોકે છેલ્લા એક વર્ષમાં 157 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે. ત્યારે 3 વર્ષમાં આ સ્ટોકે 200 ટકાનું છપ્પર ફાડ રિટર્ન આપ્યું છે. ત્યારે એક મહિનાની અંદર આ સ્ટોક 59 ટકા ઉછળ્યો છે.
બમ્પર રિટર્ન આપતા પેની સ્ટોકની લિસ્ટમાં ત્રીજું નામ Alps Industries નું. સોમવારના Alps Industries ના શેર 3.60 રૂપિયા પર બંધ થયા. જો એક મહિનાના પ્રદર્શને જોઇએ તો આ શેર એ 63.64 અને એક અઠવાડિયામાં 24.14 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ કંપનીના શેર એ 111.76 ટકાનું ધમાકેદાર રિટર્ન આપ્યું છે.
આ લિસ્ટમાં ચોથું નામ છે Radaan Media નું. તેના શેર સોમવારના 1.90 રૂપિયા પર બંધ થયા. એક અઠવાડિયામાં આ સ્ટોક 15.15 ટકાનું રિટર્ન આપે છે. ત્યારે એક મહિનામાં આ શેર 65.22 ટકા ઉછળ્યો છે. જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ શેર એ તેના રોકાણકારો પર ધન વર્ષા કરી છે. એક વર્ષમાં તેણે 123.53 ટકાનું રિટર્ન આપ્યું છે. પરંતુ ધ્યાન રાખો છેલ્લા 3 વર્ષમાં તેણે 36.67 ટકાનું નુકસાન પણ કરાવ્યું છે.