Stock Market News: શેર બજારમાં ઘણી એવી કંપની હોય છે, જેના પર દાંવ લગાવી ઈન્વેસ્ટરો માલામાલ બની જતાં હોય છે. આજે અમે તમને એક એવી કંપની વિશે જણાવીશું જેણે પોતાના ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવ્યા છે.
Multibagger Stock: શેર બજાર વિશે કહેવામાં આવે છે કે તે સંપૂર્ણ રીતે ભાગ્ય અને સંભાવનાઓની રમત છે. તેમાં મોટાથી મોટા આર્થિક જાણકા પણ ઘણીવાર ખોટા સાબિત થઈ જાય છે અને નાના-મોટાની ભવિષ્યવાણી પણ સાચી પડે છે. આજે અમે તમને એક એવા મલ્ટીબેગર શેર વિશે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત ક્યારેક 4.20 રૂપિયા હતી, પરંતુ તેમાં રોકાણ કરનાર લોકો આજે કરોડપતિ બની ગયા છે. આ સ્ટોકે અત્યાર સુધી 64000 રૂપિયાથી વધુનું શાનદાર રિટર્ન આપ્યું છે.
આ સ્ટોકનું નામ છે આઈઆઈઆર પાવર ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ. એક દિવસ પહેલા 9 જુલાઈ 2025ના શેરની કિંમત 2694 રૂપિયા હતી. આ સમયે તેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ભલે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હોય પરંતુ લાંબા ગાળામાં કંપનીએ શાનદાર રિટર્ન આપ્યું છે.
સેમીકંડક્ટર ડિવાઇસ અને સેમીકંડક્ટર મોડ્યૂલ તૈયાર કરનારી આ કંપનીનો સ્ટોક ભલે એક વર્ષમાં 10 ટકા નીચે ગયો હોય, પરંતુ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 8800 ટકા અને એક વર્ષમાં 40 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. એટલે કે પાંચ વર્ષ પહેલા કોઈએ આ શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો આજે તેની કિંમત 88 લાખથી વધુ થઈ ગઈ હોત.
હકીકતમાં 19 વર્ષ પહેલા આ શેરની વેલ્યુ 4.20 રૂપિયા હતી અને આ સમયે શેરની કિંમત 2694 રૂપિયા પર પહોંચી ગઈ છે. એટલે આ રીતે જોવામાં આવે તો સ્ટોકે ઈન્વેસ્ટરોને 64000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. એટલે કે 19 વર્ષ પહેલા કોઈએ આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યુ 6 કરોડથી વધુ ગઈ હોત.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)