ોય છે જેના શેર મલ્ટીબેગર સાબિત થાય છે. આવી કંપનીમાં થોડા પૈસા રોકી લોકો કરોડપતિ બની શકે છે. આજે અમે તમને એક એવી કંપની વિશે જણાવીશું જેણ...
શેર બજારમાં જોવા મળતા ઉતાર-ચઢાવ વચ્ચે મનોરંજન ઉદ્યોગની કંપનીના સ્ટોકે ઈન્વેસ્ટરોને ધાંસૂ રિટર્ન આપ્યું છે અને તે પણ માત્ર બે વર્ષની અંદર. બીએસઈના આંકડા પ્રમાણે એક વર્ષમાં આ શેરમાં 15381% નો વધારો થયો છે, જ્યારે 38655% ની તેજી બે વર્ષમાં જોવા મળી છે. આ મલ્ટીબેગર છે સબ ટીવીનો માલિકીહક રાખનારી કંપની શ્રીઅધિકારી બ્રધર્સ ટેલિવિઝન નેટવર્ક લિમિટેડ.
દબંગ, મસ્તી, ધમાલ ગુજરાત, દિલ્લગી અને માયબોલી ચેનલ્સ તેની પાસે છે. ડિસેમ્બર 2024માં પ્રમોટર્સ પાસે કંપનીની 59.33 ટકા ભાગીદારી હતી. 26 માર્ચ 2025ના શ્રીઅધિકારી બ્રધર્સનો શેર 2 ટકાની તેજી સાથે 585.20 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે 2023માં 24 માર્ચે આ શેરની કિંમત 1.51 રૂપિયા હતી.
આ રીતે બે વર્ષનું રિટર્ન 38,655% ના બેસિસ પર ગણતરી કરો તો બે વર્ષ પહેલા શેરમાં લગાવવામાં આવેલા 20 હજાર રૂપિયા આજે વધી આશરે 77 લાખ રૂપિયાથી વધુ થઈ ગયા છે.
આ રીતે 50 હજાર રૂપિયાનું રોકાણ વધી આશરે 2 કરોડ રૂપિયા તો ત્રીસ હજારનું રોકાણ વધી એક કરોડ રૂપિયા થઈ ગયું હોત. એક મહિનામાં શેરમાં 24 ટકાની તેજી જોવા મળી છે, જ્યારે વર્ષ 2025માં શેરમાં અત્યાર સુધી 60 ટકાનો ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1985માં શરૂ થયેલું શ્રી અધિકારી બ્રધર્સ ટેલીવિઝન નેટવર્ક દેશની પ્રથમ પબ્લિકલી લિસ્ટેડ ટેલીવિઝન પ્રોડક્શન કંપની હતી, જેનું બીએસઈ પર 1995માં લિસ્ટિંગ થયું હતું. પાછલા વર્ષે તેનું રેવેન્યુ આશરે દોઢ કરોડ રૂપિયા હતું, જ્યારે 2024ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું સ્ટેન્ડઅલોન બેસિસ પર રેવેન્યુ 2.36 કરોડ રૂપિયા હતું.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)