PHOTOS

આતંકીઓને હવે જડબાતોડ જવાબ આપશે પોલીસનો આ નવો સાથી, જુઓ PHOTOS

દાયકા પહેલા દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જે આતંકી હુમલો થયો હતો તેને કોણ ભૂલી શકે? પાકિસ્તાનથી આવેલા 10 આતંકીઓએ મુંબઈની પ્રખ્યાત તાજ હોટલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ, લિયોપોડ કેફે, નરીમન હાઉસ, છત્રપતિ શિવાજી ટર્મિનસ જેવા મહત્વના સ્થળો પર એકસાથે હુમલો કરીને મુંબઈ સહિત સમગ્ર દેશને બાનમાં લીધો હતો.

Advertisement
1/6

હવે મુંબઈ  પોલીસે આવા આતંકીઓને જડબાતોડ જવાબ આપવા અને સુરક્ષા બંદોબસ્ત એકદમ ચુસ્ત કરવા માટે નવું પગલું ભર્યું છે. હવે સુરક્ષા એકદમ ચુસ્ત બનાવવા માટે મુંબઈ પોલીસને મદદ કરશે આ હાઈ ટેક રોબોટ.

2/6

રોવર માર્ક નામથી ઓળખાતા આ હાઈટેક રોબોટ હવે મુંબઈ પોલીસને સેવામાં આવી ગયો છે. 

Banner Image
3/6

મુંબઈ પોલીસને મિની રિમોટલી ઓપરેટેડ વાહન (MROV) રોવર માર્ક નામથી ઓળખાતો આ હાઈટેક રોબોટ મળ્યો છે. આ હાઈટેક રોબોટનો ઉપયોગ વિસ્ફોટકો અને બોમ્બ ડિસ્પોઝલ માટે કરવામાં આવશે. 

4/6

તેનો હેતુ વિસ્ફોટકોના મામલે જાનહાનિ ઓછી થાય છે. આતંકીઓ હુમલા માટે બોમ્બનો પણ મોટા પાયે ઉપયોગ કરે છે.

5/6

મુંબઈમાં જે આતંકી હુમલો થયો હતો ત્યારબાદ આ રોબોટ પોલીસના આધુનિકીકરણની યોજનાનો એક ભાગ છે. 

6/6

મશીનનો ખર્ચ લગભગ 84 લાખ રૂપિયા છે. હવે એવી આશા સેવાઈ રહી છે કે આ પ્રકારના ડિવાઈઝથી આતંકી હુમલા વખતે જાનહાનિને ખાળી શકાશે. 





Read More