Health Tips: કડકડતી ઠંડીમાં જો શરીરને ગરમી મળે તેવી વસ્તુઓનું સેવન કરવામાં આવે તો ઘણી બધી બીમારીનો સામનો કરવો પડે છે. જો કડકડતી ઠંડીમાં પણ શરીરને સ્વસ્થ અને ફીટ રાખવું હોય તો તમે કેટલાક ઉકાળા પી શકો છો. આ ઉકાળા પીવાથી શરદી ઉધરસ સહિતની ઠંડીના કારણે થતી સમસ્યાઓ તમારાથી 100 ફૂટ દૂર રહેશે.
શિયાળામાં સ્વસ્થ રહેવા માટે તુલસીનો ઉકાળો પીવો જોઈએ. તેને પીવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે અને ઘણી બધી બીમારીઓ મટી જાય છે.
ઠંડીની ઋતુમાં આદુનો ઉકાળો પણ ખૂબ જ ફાયદો કરે છે આદુનો ઉકાળો પીવાથી મેટાબોલિઝમ સુધરે છે.
તજનો ઉકાળો પીવાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરદી-ઉધરસ મટે છે. કારણ કે તજ પોષક તત્વથી ભરપૂર હોય છે.
શિયાળામાં પેટની સમસ્યાઓ રહેતી હોય તો અજમાનો ઉકાળો પીવાનું શરૂ કરો તેનાથી પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે.
ગિલોઈનો ઉકાળો તાવ માટે અકસીર ઈલાજ છે. સાથે જ તેને પીવાથી શરદી-ઉધરસ પણ મટે છે.