Mutual Fund: મોટાભાગના લોકો માને છે કે જ્યારે તમારી આવક સારી હોય ત્યારે જ તમે સારું ફંડ એકઠું કરી શકો છો. પરંતુ જો તમને રોકાણ વિશે યોગ્ય જાણકારી હોય તો તમે નાની કમાણીમાંથી પણ કરોડો રૂપિયા બચાવી શકો છો. અહીં જાણો એક એવી ફાઇનાન્શિયલ ટિપ વિશે જે માત્ર 25,000 રૂપિયાનો પગાર મેળવનારને પણ 1.5 કરોડ રૂપિયાનો માલિક બનાવી શકે છે.
જો તમે 1.5 કરોડના માલિક બનવા માંગો છો, તો તમારે 50-30-20ના નિયમ અપનાવીને કમાણીના 20 ટકા કોઈપણ સંજોગોમાં રોકાણ માટે બચાવવા પડશે. બાકીની 80% રકમ વડે તમે તમારી ઘરની જરૂરિયાતો અને અન્ય ખર્ચાઓ પૂરા કરી શકો છો. જો તમે દર મહિને 25,000 રૂપિયા કમાઓ છો તો તમારે 20%ના દરે દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે રોકાણ ક્યાં કરવું, તો તમે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. SIPમાં તમને કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે. જો કે, બજાર સાથે જોડાયેલું હોવાના કારણે તેમાં થોડું જોખમ હોય છે અને તેમાં કોઈ ખાતરીપૂર્વકનું રિટર્ન નથી મળતું, તેમ છતાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં SIPનું સરેરાશ રિટર્ન 12 ટકા સુધી જોવામાં મળ્યું છે. આવી સ્થિતિમાં આજના સમયમાં નિષ્ણાતો તેને રોકાણનું ઉત્તમ માધ્યમ માને છે.
જો તમે 5,000 રૂપિયા દર મહિને SIPમાં રોકાણ કરો છો, તો આ રોકાણ 30 વર્ષ સુધી ચાલુ રાખો. આ કિસ્સામાં તમે કુલ 18,00,000 રૂપિયાનું રોકાણ કરશો. 12% રિટર્નના દરે રૂ. 1,36,04,866 વ્યાજ તરીકે પ્રાપ્ત થશે. આ રીતે 30 વર્ષમાં તમારી પાસે કુલ 1,54,04,866 રૂપિયાનું ફંડ હશે અને તમે કરોડપતિ બની જશો.
જો તમને લાગે કે તમારી પાસે રૂપિયા બચતા નથી તો તમારે SIPનો ઈન્સ્ટોલમેન્ટ સમય 1 થી 5 તારીખની વચ્ચે રાખવો જોઈએ. જેથી 1 તારીખે ખાતામાં રૂપિયા આવતાની સાથે જ તે પહેલા કપાઈ જાય. આ પછી તમે તમારી ઇચ્છા મુજબ બાકીની રકમ ખર્ચ કરી શકો છો.
તમને જણાવી દઈએ કે, આજના સમયમાં SIP રિટર્નની દ્રષ્ટિએ ખૂબ જ સારી સ્કીમ માનવામાં આવે છે. આમાં સરેરાશ રિટર્ન 12 ટકા માનવામાં આવે છે અને કેટલીકવાર તે આના કરતા વધુ સારું અથવા ઓછું હોઈ શકે છે. આ યોજના મોંઘવારીને માત આપશે. આટલો નફો અન્ય કોઈ સરકારી યોજનામાં મળતો નથી. વધુ સારા વ્યાજ અને ચક્રવૃદ્ધિ રિટર્નને લીધે તમે તેમાં જેટલા લાંબા સમય સુધી રોકાણ કરો છો, તેટલો વધુ ફાયદો તમે મેળવી શકો છો.
(Disclaimer: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)