PHOTOS

એક એવું ગામ જે કુવામાં વસેલું છે..આ રીતે પહોંચી શકાશે અહીં, જાણો કેવી રીતે રહે છે લોકો

આ વિશાલકાય કુવામાં વસેલા ગામમાં એક પોસ્ટ ઓફિસ, ચર્ચ અને નાનું બજાર પણ છે. ધરાની સપાટીથી નીચે વસેલા ગામમાં જ્યારે તમે પહોચો છો, તો તમને એવું લાગશે કે તમે કોઈ અલગ ગ્રહ પર આવી ગયા છો.

Advertisement
1/3
ટોપલીઓ અમેરિકામાં પ્રસિદ્ધ
ટોપલીઓ અમેરિકામાં પ્રસિદ્ધ

આ ગામમાં બનેલી ટોપલીઓ અમેરિકામાં પ્રસિદ્ધ છે. જમીનની નીચે વસુલું આ ગામ દેશ-વિદેશથી આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. જે કોઈ પણ ગ્રાન્ડ કેનિયનમાં જોવા આવે છે, તે સુપાઈ ગામ જોયા વગર પરત નથી થતું. આ ગામનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા લાયક છે, સુપાઈ ગામ પોતાની અદભૂત વિચિત્રતાના કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. 

2/3
નરકમાં વસેલી છે પુરી દુનિયા!
નરકમાં વસેલી છે પુરી દુનિયા!

આ ગામમાં બાળકોના ભણવા માટે સ્કૂલ, પોસ્ટ ઓફિસ, ચર્ચ અને દૈનિક ઉપયોગ માટે વસ્તુઓની દુકાન છે. આવું જમીનની નીચે દુનિયામાં પહેલું બજાર ભરાયેલું જોયું હશે તમે. આ ગામના લોકોએ પોતાના જીવન જરૂરિયાતની વસ્તુંઓ ખૂબજ મુશ્કેલથી નીચે એકત્ર કર્યું છે. અહીં રહેનારા લોકો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, સાથે જ ટોપલી બનાવવાનો પણ તેમનો વ્યવસાય છે.

Banner Image
3/3
નરકમાં કોણે વસાવ્યું સુપાઈ ગામ?
 નરકમાં કોણે વસાવ્યું સુપાઈ ગામ?

આ વિસ્તારમાં રહેતા હજારો વર્ષ જુની જનજાતીએ સુપાઈ ગામને વસાવ્યું હતું. આ ગામમાં અમેરિકાના મૂળ રેડ ઈન્ડિયન્સ રહે છે. અમેરિકાની આ જાતી પ્રારંભીક સમયથી જ સાહસી રહી છે. અહીંના લોકો વાતચીત માટે હવાસુપાઈ ભાષાનો ઉપયોગ કરે છે. આ ગામમાં પહોંચવા માટે તમારે 300 ફૂટથી વધુ નીચે ઉતરવું પડશે, જ્યાં પહોંચવાનું રસ્તો ખૂબ જ મુશ્કેલ છે. આ ગામમાં પહોંચવાના બે રસ્તા છે. એક પગપાળા જે રસ્તો ખૂબ જ લાંબો છે. અને બીજો રસ્તો ખચ્ચર પર જવાનો.





Read More