Rajyog 2025: શનિ અને મંગળ ગ્રહની જ્યોતિષમાં મહત્વની ભૂમિકા છે. જલ્દી શનિ તથા મંગળ મળીને નવપંચમ રાજયોગ બનાવી રહ્યાં છે, જે કેટલાક જાતકો માટે શુભ રહેવાનો છે.
Navpancham Rajyog 2025: જ્યોતિષ અનુસાર આ સમયે શનિ કુંભ રાશિમાં છે અને મંગળ મિથુન રાશિમાં છે. શનિ ન્યાયના દેવતા છે અને ગ્રહોના સેનાપતિ મંગળ આત્મવિશ્વાસ, ઉર્જા તથા સાહસના કારક છે. આ બંને ગ્રહોની સ્થિતિમાં ફેરફાર જીવન પર મોટી અસર કરે છે.
9 ફેબ્રુઆરીએ મંગળ અને શનિ એકબીજાથી નવમાં અને પાંચમાં ભાવ એટલે કે આશરે 120 ડિગ્રી પર રહેશે જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. નવપંચમ રાજયોગને જ્યોતિષમાં શુભ માનવામાં આવ્યો છે. આવો જાણીએ આ રાજયોગ કયા જાતકો માટે શુભ રહેશે.
કર્ક રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ શુભ સાબિત થઈ શકે છે. ભાગ્યનો સાથ મળવાથી દરેક કામમાં સફળતા મળશે. માન-સન્માન વધશે. વેપારમાં લાભ થશે. એક કરતા વધુ સ્ત્રોતથી પૈસા મળશે. પરંતુ ખોટા ખર્ચા કરવાનું ટાળવું જોઈએ.
કુંભ રાશિના જાતકોને નવપંચમ રાજયોગ કરિયરમાં લાભ આપશે. સહકર્મીઓ સાથે સારો સંબંધ રહેશે. ધર્મ-આધ્યાત્મ તરફ ઝુકાવ વધશે. લાઇફ પાર્ટનર સાથે સમય પસાર કરશો.
મીન રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ વિશેષ લાભ આપી શકે છે. જીવનમાં સુખ-સુવિધા વધશે. કરિયરમાં આવી રહેલી સમસ્યા દૂર થશે. શાંતિનો અનુભવ કરશો. ઘર-પરિવારમાં ખુશીઓ આવશે. લગ્ન જીવન સારૂ રહેશે.