PHOTOS

Rajyog 2025: 7 જુલાઈથી આ 3 રાશિઓની ઠાઠ, શુક્રના પાવરફુલ નવપંચમ રાજયોગથી થશે ધનનો વરસાદ અને કરિયર મારશે છલાંગ

Navpancham Rajyog 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં 7 જુલાઈનો દિવસ શુભ થવાનો છે કારણ કે આ દિવસે શુક્ર-યમ એકબીજાથી 120 ડિગ્રી પર થઈ શક્તિશાળી નવપંચમ રાજયોગ બનાવશે. તેનાથી ત્રણ રાશિઓને ખૂબ લાભ થશે.
 

Advertisement
1/5
શક્તિશાળી રાજયોગ
શક્તિશાળી રાજયોગ

7 જુલાઈએ શુક્ર અને યમ મળી એક શક્તિશાળી રાજયોગ બનાવી રહ્યાં છે. ધ્યાનમાં રહે કે શુક્રનું સંચરણ આ સમયે વૃષભ રાશિમાં થઈ રહ્યું છે અને યમનું સંચરણ શનિની મકર રાશિમાં બિરાજમાન છે. શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં 26 જુલાઈ સુધી રહેશે.

2/5
ત્રણ લકી રાશિ
 ત્રણ લકી રાશિ

7 જુલાઈ 2025ના સવારના સમયે 6 કલાક 36 મિનિટ પર એકબીજાથી શુક્ર-યમ 120 ડિગ્રી પર હશે. જેનાથી નવપંચમ રાજયોગ બનશે. આ રાજયોગ ત્રણ લકી રાશિના જાતકો માટે સુખનું કારણ બનશે.

Banner Image
3/5
મેષ રાશિ (Aries Zodiac)
 મેષ રાશિ (Aries Zodiac)

મેષ રાશિના જાતક શુક્ર-સમયના નવપંચમ રાજયોગથી લાભ લઈ શકશે. જાતકોના ભૌતિક સુખમાં વધારો થઈ શકે છે. માનસિક શાંતિ મળશે. પારિવારિક સંબંધમાં પ્રેમ વધશે. વાણીમાં મિઠાસ આવવાથી લોકોની મદદ મળશે. વ્યાવસાયની શરૂઆત માટે સમય સારો છે. આર્થિક સ્થિતિ પહેલાથી સારી થશે. મેડિકલ ક્ષેત્રમાં કામ કરનાર લોકોને ધનલાભ થઈ શકે છે.

4/5
વૃશ્ચિક રાશિ (Scorpio Zodiac)
 વૃશ્ચિક રાશિ (Scorpio Zodiac)

શુક્ર-યમનો નવપંચમ રાજયોગ વૃશ્ચિક રાશિના જાતકોને લાભ કરાવશે. અપાર સફળતાના રસ્તા ખુલશે. ધન લાભના યોગ બનશે. લગ્ન, દાંપત્ય જીવનને લઈને સામાજિક જીવનમાં સકારાત્મક રૂપથી મોટા ફેરફાર આવી શકશે. લગ્ન સંબંધી સમસ્યાનો અંત થશે. જીવનમાં સુખ-શાંતિ આવશે. ધાર્મિક યાત્રા માટે નીકળી શકો છો. વેપારમાં વૃદ્ધિ અને નોકરીમાં માહોલ સારો થશે.

5/5
મકર રાશિ (Capricorn Zodiac)
 મકર રાશિ (Capricorn Zodiac)

મકર રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ ભાગ્ય ખોલનારૂ સાબિત થશે. જાતકોના જીવનમાં સુખ, પ્રેમ અને આકર્ષણ વધશે. ભૌતિક સુખ, માનસિક શાંતિના રસ્તા ખુલશે. ઘરની સમસ્યાઓથી મુક્તિ મળશે. જીવનમાં પ્રેમ અને રોમાન્સ વધશે. કુંવારા લોકો માટે લગ્નનો યોગ બનશે. આવક વધારવાના માર્ગ બનશે. મતભેદ ખતમ થશે. મહેનતનું ફળ પ્રાપ્ત થશે.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

 





Read More