વૈદિક જ્યોતિષ મુજબ શનિ અને બુધ ગ્રહ નવપંચમ રાજયોગ બનાવશે જેના લીધે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જાણો તમારી રાશિ છે કે નહીં....
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અશુભ યોગ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવનની સાથે સાથે દેશ દુનિયા પર પડતો હોય છે. બુધ અને શન 28 જૂનના રોજ નવપંચમ રાજયોગ બનાવશે. કારણ કે આ દિવસે શનિ અને બુધ એક સાથે 120 ડિગ્રી પર આવશે. આવામાં આ રાજયોગ બનવાથી કેટલીક રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સાથે જ આ રાશિને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે. સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે...
વૃષભ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. નોકરીમાં પ્રમોશન કે નવા પ્રોજેક્ટ મળી શકે છે. જો તમે વેપાર કરતા હોવ તો નવા કરાર અને નફાની તકો મળશે. તમારી લોકપ્રિયતા વધશે અને લોકો તમારા વખાણ કરશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. નવા કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.
નવપંચમ રાજયોગ બનવાથી તુલા રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. તમે વધુ લોકપ્રિયતા મેળવશો. માન સન્માનની પ્રાપ્તિ થશે. વિદેશ યાત્રા કે વિદેશમાં નોકરીની તક મળી શકે છે. ધાર્મિક કે સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થઈ શકે છે. ધનનું સેવિંગ કરી શકો છો.
કુંભ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગનું બનવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. નોકરીયાત લોકોને પદોન્નતિ થઈ શકે છે. ભાગ્યનો સાથ મળશે. અટકેલા કાર્યો પાર પડી શકે છે. આ સમયગાળામાં તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. પદ અને પ્રતિષ્ઠાનો ફાયદો મળશે. સામાજિક દાયરાનો પણ વિસ્તાર થશે. જે કાર્યોમાં હાથ નાખશો તેમાં સફળ થવાની શક્યતા વધશે. ઈચ્છાઓ પૂરી થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.