PHOTOS

Navpancham rajyog: રાહુ-ગુરુ બનાવશે અત્યંત શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનું અચાનક પલટી જશે ભાગ્ય, ધન-સંપત્તિમાં બંપર વધારો થશે!


Navpancham rajyog 2025: વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહ ગોચર અને તેનાથી બનતા વિશેષ યોગોનું ખુબ મહત્વ હોય છે. ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન, નક્ષત્ર બદલતા હોય છે. જ્યોતિષ ગણતરી મુજબ 18 મે 2025ના રોજ રાહુનું ગોચર શનિની કુંભ રાશિમાં થશે. રાહુ ગોચર કરતાની સાથે જ ગુરુ સાથે મળીને નવપંચમ રાજયોગ બનાવશે. 

Advertisement
1/4
નવપંચમ રાજયોગ શું છે
નવપંચમ રાજયોગ શું છે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવપંચમ રાજયોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો પરસ્પર ત્રિકોણ એટલે કે 120 ડિગ્રીના ખૂણે સ્થિત હોય છે. આ સાથે બંને ગ્રહો એક બીજાને શુભ ભાવમાં જુએ છે. વૈદિક જ્યોતિષમાં આ રાજયોગને ખુબ જ મંગળકારી માનવામાં આવે છે. આ રાજયોગના શુભપ્રભાવથી જીવનમા ધન સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. 

2/4
મિથુન રાશિ- સફળતાની ચાવી મળશે
મિથુન રાશિ- સફળતાની ચાવી મળશે

ગુરુ તમારી જ રાશિમાં રહેશે અને રાહુ તમારા નવમા ભાવમાં. નવપંચમ યોગ બનવાથી મિથુન રાશિના જાતકોની કરિયરમાં નવો વળાંક આવી શકે છે. બુદ્ધિમાન અને અનુભવી લોકોનો સાથ મળશે. જેનાથી કાર્યક્ષેત્રે પ્રગતિ થશે. સફળતાની ચાવી મળી શકે છે. અચાનક આવકના નવા સ્ત્રોત ખુલવાની પ્રબળ શક્યતા છે. રોકાણ અને આર્થિક નિર્ણયોમાં લાભકારી પરિણામો મળી શકે છે. માનસિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી અને સકારાત્મક રહેશે. કઠિન પરિસ્થિતિમાં પણ મનોબળ મજબૂત રહેશે. શારીરિક રીતે પણ આ સમય અનુકૂળ રહેશે. 

નિષ્કર્ષ- 18 મે બાદનો સમય મિથુન રાશિવાળા માટે પરિવર્તન અને સફળતાનો છે. કર્મ કરતા રહો અને તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો. 

Banner Image
3/4
કન્યા રાશિ- જીવનમાં સકારાત્મક ઉલટફેર
કન્યા રાશિ- જીવનમાં સકારાત્મક ઉલટફેર

ગુરુ તમારા કર્મ ભાવમાં એટલે કે દશમ ભાવમાં રહેશે જ્યારે રાહુ છઠ્ઠા. રાહુ અને ગુરુના નવપંચમ યોગ બનવાથી કરિયરમાં સારા ફેરફાર જોવા મળશે. જે લોકો સરકારી કે કોર્પોરેટ નોકરીઓમાં છે તેમના માટે આ સમય પ્રમોશન કે પદોન્નતિનો રહેશે. કાર્યક્ષેત્રમં તમારી યોગ્યતાની ઓળખ થશે. ઘર, ગાડી કે  અન્ય સુખ સુવિધાની વસ્તુઓની ખરીદીના યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ઘર પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જોઈને મન પ્રફૂલ્લિત રહેશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સમય મોટા નિર્ણયો લેવા માટે અનુકૂળ છે. ખાસ કરીને સંપત્તિ અને રોકાણ બાબતે. 

નિષ્કર્ષ- કન્યા રાશિના જાતકો માટે 18 મે બાદનો સમય જીવનમાં નવી દિશા આપનારો સાબિત થઈ શકે છે. તમારા પ્રયત્નોની ગતિ વધારો. 

4/4
કુંભ રાશિ- આવકમાં વધારાના યોગ
કુંભ રાશિ- આવકમાં વધારાના યોગ

રાહુ તમારા પ્રથમ ભાવ અને ગુરુ પંચમ ભાવમાં રહેશે. નવપંચમ યોગ બનવાથી પગાર વધારો, બોનસ કે અન્ય સ્ત્રોતોથી આવકમાં વધારો થશે. આ સમય આર્થિક રીતે મજબૂત કરવાનો છે. કેટલાક જાતકોને શેર બજાર, લોટરીથી લાભ થઈ શકે છે. જો કે સતર્કતા જરૂરી છે. કોઈ નજીકની વ્યક્તિ, મિત્ર કે પરિજન  આર્થિક મદદ કે નવી તકો લઈને આવી શકે છે. જેનાથી આવકમાં કાયમી વધારો થઈ શકે છે. વધતી આર્થિક સ્થિતરતાથી મનોબળ અને આત્મવિશ્વાસ પણ ઊંચાઈ પર રહેશે. 

નિષ્કર્ષ- કુંભ રાશિના જાતકો માટે આ સમય આત્મવિશ્વાસથી ભરપૂર અને આર્થિક રીતે સમૃદ્ધિ લાવનારો સાબિત થઈ શકે છે. તકોને ઓળખો અને પૂરી મહેનતથી આગળ વધતા રહો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)





Read More