5 એપ્રિલના રોજ મંગળ અને શનિ એક બીજાથી 120 ડિગ્રી પર હશે જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. આવામાં 3 રાશિઓને ખુબ લાભ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
કર્મફળ દાતા શનિ હાલ મીન રાશિમાં બિરાજમાન છે. 30 વર્ષ બાદ મીન રાશિમાં આવીને શનિ અનેક રાશિઓને સાડા સાતી અને ઢૈય્યાથી મુક્ત કર્યા છે તો અનેક રાશિઓ ઝપેટામાં પણ આવી છે. અત્રે જણાવવાનું કે શનિ મીન રાશિમાં રહીને કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે દ્રષ્ટિ પાડશે જેનાથી અનેક રાજયોગનું નિર્માણ થશે. એ જ રીતે 5 એપ્રિલના રોજ શનિ મંગળ સાથે 120 ડિગ્રી પર હશે જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગથી કેટલીક રાશિઓને વિશેષ લાભ થઈ શકે છે. વૈદિક જ્યોતિષ મુજબ મંગળ અને શનિ જ્યારે એકબીજાથી નવમા અને પાંચમા ભાવ એટલે કે લગભગ 120 ડિગ્રી પર હશે તો નવપંચમ યોગનું નિર્માણ થાય છે. 5 એપ્રિલે સવારે 6.31 વાગે નવપંચમ રાજયોગ બની રહ્યો છે. જાણો કોને લાભકારી નીવડી શકે છે.
કર્ક રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ ખુબ લાભકારી રહી શકે છે. આ રાશિના લગ્ન ભાવમાં મંગળ બિરાજમાન છે. આ સાથે જ આ રાશિને શનિની ઢૈય્યાથી મુક્તિ મળી ગઈ છે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે ધનલાભ થઈ શકે છે. સમાજમાં માન સન્માનમાં ઝડપથી વધારો થઈ શકે છે. ઘણો નફો પણ થઈ શકે છે. પરિવાર વચ્ચે ચાલતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જીવનમાં ખુશીઓ ભરપૂર આવી શકે છે.
કુંભ રાશિના જાતકો માટે પણ નવપંચમ રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોકરીયાતોને ખુબ લાભ થઈ શકે. વરિષ્ઠ અધિકારીઓની સાથે સાથે સહકર્મીઓનો પણ સહયોગ મળી શકે. આવામાં તમે તમારું લક્ષ્ય મેળવવામાં સફળ થઈ શકો છો. વેપારના ક્ષેત્રમાં ખુબ લાભ થઈ શકે છે. તમારા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિ દ્વારા તમે સારો નફો કમાઈ શકો છો. ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. સૌભાગ્ય બની રહેશે.
તુલા રાશિમાં મંગળ અને શનિનો નવપંચમ રાજયોગ ખુબ શુભ ફળ આપી શકે છે. આવામાં તમારા દ્વારા થયેલી મહેનતનું શુભ ફળ મળી શકે છે. પરિવાર વચ્ચે ચાલતી સમસ્યાઓનો અંત આવી શકે છે. જીવનની અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે. શનિની કૃપાથી આત્મવિશ્વાસ અને દ્રઢતા વધશે. સ્પર્ધાત્મક પરીક્ષાની કે સરકારી નોકરીની તૈયારી કરતા લોકોને ખુબ લાભ થઈ શકે છે. કાનૂની મામલામાં પણ સફળતા મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. ધન સંપત્તિ મામલે ખુબ વધારો જોવા મળી શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.