વૈદિક જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિઓના દ્રષ્ટિકોણથી કેટલાક યોગ એકદમ શુભ અને વિશેષ ફળદાયી ગણવામાં આવે છે. નવપંચમ યોગ તેમાંથી એક છે. આ યોગ ત્યારે બને છે જ્યારે જન્મકુંડળીમાં કોઈ ગ્રહ નવમા અને પાંચમા ભાવમાં સ્થિત હોય છે. નવમો અને પાંચમો ભાવ કુંડળીનો ત્રિકોણ ભાવ કહેવાય છે. જેને કુંડળીનો બેસ્ટ હાઉસ (ભાવ) પણ કહેવાય છે. પંચમ ભાવ જ્ઞાન, શિક્ષણ, સંતાન, પૂર્વ જન્મ વિશે જણાવે છે. તો નવમો ભાગ ભાગ્ય સ્થાન કહેવાય છે. આ જ કારણ છે કે આ યોગ ખાસ કરીને માનસિક અને ભૌતિક સમૃદ્ધિ, વિદ્યા, સંતાન સુખ અને જીવનમાં ઉન્નતિ માટે વધુ શુભ હોય છે
રવિવારે 26 જાન્યુઆરીના રોજ સવારે 5.21 વાગે શુક્ર અને મંગળ નવપંચમ યોગનું નિર્માણ કરશે. ગ્રહોની સ્થિતિ મુજબ શુક્ર નવમાં ભાવમાં અને મંગળ પંચમ ભાવમાં બિરાજમાન રહેશે. આ બંને ગ્રહોનો યોગ વ્યક્તિને આર્થિક રીતે સંપન્ન બનાવે છે. ધન ભેગું કરવા માટે અનેક સ્ત્રોત મળે છે અને વ્યક્તિને વેપાર અને કરિયરમાં પ્રગતિ મળે છે. નવપંચમ યોગ જાતકના ભાગ્યને પ્રબળ સાથ આપે છે. કપરી પરિસ્થિતિઓમાં પણ સફળતા મળે છે. વૈદિક જ્યોતિષ ગણતરી ભાષામાં કહીએ તો જ્યારે કોઈ બે ગ્રહ એકબીજાથી 120 ડિગ્રીના અંતરે આવે છે ત્યારે નવપંચમ યોગનું નિર્માણ થાય છે.
શુક્ર અને મંગળ જ્યારે પંચમ અને નવમ ભાવમાં સ્થિત થઈને નવપંચમ યોગ બનાવે છે ત્યારે તે ખુબ શુભ ગણાય છે. આ યોગ વ્યક્તિના જીવનમાં ઉન્નતિ અને પ્રગતિ લાવે છે અને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળે છે. આમ તો આ યોગની અસર તમામ રાશિઓ પર પડશે પરંતુ શુક્ર અને મંગળનો આ શુભ સંયોગ 5 રાશિઓ માટે અત્યંત લાભકારી સાબિત થશે. જાણો તે લકી રાશિઓ વિશે...
મંગળ મેષ રાશિનો સ્વામી ગ્રહ છે અને આ યોગથી મેષ રાશિવાળા માટે કરિયર અને ધન વૃદ્ધિનો માર્ગ ખુલશે. નવી યોજનાઓમાં સફળતા મળશે. જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને મોટો લાભ થઈ શકે છે. વિદેશ મુસાફરીનો યોગ છે. પ્રેમ સંબંધ મજબૂત થશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે.
શુક્ર વૃષભ રાશિનો સ્વામી ગ્રહ છે. આ યોગ વૃષભ રાશિના જાતકો માટે આર્થિક સમૃદ્ધિ લઈને આવશે. અપરિણીત લોકો માટે વિવાહના યોગ બની શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. અટવાયેલા કાર્યો પૂરા થશે. સંપત્તિ સંબંધિત લાભ થઈ શકે છે.
નવપંચમ યોગના પ્રભાવથી સિંહ રાશિને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. ભાગ્યના સહયોગથી તમામ અધૂરા કાર્યો પૂરા થઈ શકે છે. કૌટુંબિક શાંતિ જળવાશે. કાર્યસ્થળ પર પ્રશંસા અને પદોન્નતિ શક્ય છે. નવી તકોથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
તુલા રાશિનો સ્વામી પણ શુક્ર ગ્રહ છે. આ યોગના કારણે તુલા રાશિના જાતકોને ધનલાભની સાથે સાથે વૈવાહિક જીવનમાં પણ સુખદ પરિણામો મળશે. ભાગીદારીમાં કરાયેલા કાર્યો સફળ થશે. પ્રેમ સંબંધ વિવાહમાં ફેરવાઈ શકે છે. વેપારમાં પ્રગતિ થશે અને નવા કોન્ટ્રાક્ટ મળશે.
શુક્ર અને મંગળનો નવપંચમ યોગ મકર રાશિવાળા માટે કરિયર અને શિક્ષણના ક્ષેત્રમાં અદભૂત પરિણામ આપશે. પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સપળતા મળશે. પરિવારમાં શુભ કાર્ય થવાની શક્યતા છે. આર્થિક લાભ અને નવા રોકાણની તકો મળી શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.