Navratri garba 2022: ગુજરાતીઓ માટે નવરાત્રિનો તહેવાર ખુબ ખાસ હોય છે. નવરાત્રિ આવે એટલે ગરબાની રમઝટ શરૂ થાય છે. માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં વિદેશમાં પણ જ્યાં જ્યાં ગુજરાતી સમાજ રહે છે ત્યાં નવરાત્રિ દરમિયાન ગરબાની રમઝટ જોવા મળે છે. ત્યારે પ્રથમ નોરતે લંડનમાં ગરબાની ધૂમ જોવા મળી હતી.