PHOTOS

નેહા ધૂપિયાના માલદિવ વેકેશનની તસવીરો, જોઈને જવાનું થઈ જશે મન

હાલમાં નેહા ધૂપિયા પોતાના પતિ અંગદ બેદી અને દીકરી મહેર સાથે માલદીવમાં રજાની મજા માણી રહી છે. નેહાએ અહીં 27 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યોહતો. નેહાએ પોતાની આ ટ્રીપની અનેક ખૂબસુરત તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરી છે. તેમની આ તસવીર જોઈને તમને પણ અહીં ફરવા જવાનું મન થઈ જશે. 

Advertisement
1/6

નેહા ધૂપિયાએ 27 ઓગસ્ટે પોતાનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. નેહાએ 2002માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતીને બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. નેહાએ જુલીમાં બોલ્ડ રોલ કરતા તે ટીકાનું કેન્દ્ર બની હતી. નેહાના પિતા તેની એક્ટિંગ કરિયરથી ખુશ નહોતા. 

2/6

આ વેકેશનમાં નેહા બીચ મોડમાં દેખાય છે. નેહાએ પ્રેગનન્સી દરમિયાન કોઈ રજા નહોતી લીધી અને સતત પોતાના પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. 

Banner Image
3/6

નેહા ધૂપિયાએ ગયા વર્ષે નવેમ્બરમાં દીકરી મહેરને જન્મ આપ્યો હતો. 

4/6

અંગદ હવે સોનમ કપૂર અને દુલકર સલમાનની આગામી ફિલ્મ ઝોયા ફેક્ટરમાં જોવા મળશે. 

5/6

નેહા રોડીઝમાં ગેંગ લીડરના ટાસ્કમાં દેખાય છે.

6/6

નેહાના જન્મદિવસ પર અંગદે આ તસવીર શેયર કરીને પ્રેમભર્યો સંદેશ લખ્યો છે. ( તમામ તસવીર સાભાર @NehaDhupia/Twitter/Instagram).





Read More