arat Monsoon Weather Update: ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીની અસરને કારણે રાજ્યમાં હળવો વરસાદ ...
આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે, જેમાં વલસાડ, નવસારી, ડાંગ અને સુરતનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. વર્ષ 2025 નું અડધુ પૂરું થઈ ગયું છે. ત્યારે હવે બાકીના છ મહિનામાં દેશ દુનિયામાં મોટી ઉથલપાથલ થવાની છે. એવામાં અંબાલાલ પટેલની ભયાનક મોટી ભવિષ્યવાણી આવી ગઈ છે.
જૂન મહિનામાં પણ ગુજરાતમાં સામાન્ય રીતે સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે, પરંતુ ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સરેરાશ અને ક્યાંક એકાદ બે વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે અને સામાન્ય રીતે અડધા મહિના બાદ વધારે વરસાદ થતો હોવાથી રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ ઓછો રહે છે. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં પડે છે અને આ વરસાદ ખેતી માટે ખૂબ મહત્ત્વનો છે.
કેરળથી મહારાષ્ટ્ર સુધીના ભારતના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું વહેલું આગમન થવાને કારણે ગુજરાતમાં ચોમાસું વહેલું દસ્તક આપશે. જોકે, રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે.
15 જૂન પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસું ફરી સક્રિય થશે. જોકે, આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જૂનના છેલ્લા અઠવાડિયામાં વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છમાં પણ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
6 જૂન 2025ના રોજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, વલસાડ, વલસાડ, બોડેલી, સોમનાથ જીલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
7 અને 8 જૂન 2025ના રોજ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જીલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી કહે છે કે, ગુજરાતમાં ચોમાસું રાબેતા મુજબનું રહેશે. જોકે 12 તારીખથી ચોમાસાની શરૂઆત ગુજરાતમાં રહેશે એ પહેલા ગુજરાતીઓએ ૩૪ થી ૪૧ ડિગ્રી તાપમાન સહન કરવાનો વખત આવશે. અનેક પ્રકારની સિસ્ટમ ઊભી થઈ રહી છે તેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે.