PHOTOS

LPG ના નવા રેટ: જાણો કેટલા રૂપિયા ભાવ વધ્યો, નવી કિંમતો આજથી લાગુ

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ તો નથી બદલાયા પરંતુ કારોબાર કરનારા લોકોને ગેસ સિલિન્ડરમાં ઝટકો લાગ્યો છે. 

Advertisement
1/5
આ રીતે ચેક કરો LPGના રેટ
આ રીતે ચેક કરો LPGના રેટ

જો તમારે તમારા શહેરના LPG સિલિન્ડરના ભાવ ચેક કરવા હોય તો તમે સરળતાથી કરી શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારે ફક્ત સરકારી ઓઈલ કંપનીની વેબસાઈટ પર જવાનું છે અને અહીં તમને દર મહિનાના નવા ભાવ જાણવા મળશે. જો તમે Indane નો એલપીજી સિલિન્ડર વાપરો છો તો https://iocl.com/Products/IndaneGas.aspx  આ લિંક પર જઈને તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છો. 

2/5
LPG સિલિન્ડરના હાલના ભાવ
LPG સિલિન્ડરના હાલના ભાવ

ઈન્ડિયન ઓઈલ (IOC)ની વેબસાઈટ મુજબ દિલ્હીમાં સિલ્ન્ડરના ભાવ બદલાયા નથી. દિલ્હીમાં 14.2 કિલોના સબસિડીવાળા ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયા જ છે. મુંબઈમાં સબસિડીવાળા ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયા રહેશે. આ ઉપરાંત ચેન્નાઈમાં આ ભાવ 610 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. જ્યારે કોલકાતામાં આ ગેસ સિલિન્ડરનો ભાવ 620 રૂપિયા હશે. 

Banner Image
3/5
જુલાઈમાં વધ્યા હતાં LPGના ભાવ
જુલાઈમાં વધ્યા હતાં LPGના ભાવ

અત્રે જણાવવાનું કે આ અગાઉ જુલાઈમાં 14.2 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 4 રૂપિયા સુધીનો વધારો થયો હતો. જૂન મહિના દરમિયાન દિલ્હીમાં 14.2 કિગ્રાવાળા સબસિડીવગરના એલપીજી સિલિન્ડરમાં 11.50નો વધારો થયો હતો. જ્યારે મેમાં 162.50 રૂપિયા સુધી સસ્તો થયો હતો. 

4/5
રાંધણ ગેસના ભાવ નથી વધ્યા
રાંધણ ગેસના ભાવ નથી વધ્યા

જો કે 14.2 કિગ્રાવાળા ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. ઓક્ટોબર, નવેમ્બર બાદ ડિસેમ્બરમાં પણ ભાવ ન વધારવાનો નિર્ણય લેવાયો છે. જો કે આશંકા હતી કે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા તે જ રીતે રાંધણ ગેસના ભાવ વધશે. 

5/5
આ સિલિન્ડરના ભાવ વધ્યા
આ સિલિન્ડરના ભાવ વધ્યા

19 કિલો વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધ્યા છે. આ સિલિન્ડર હવે 55 રૂપિયા મોંઘો થયો છે. ચેન્નાઈમાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ સૌથી વધારે વધ્યો છે. 56 રૂપિયાના વધારા સાથે હવે ભાવ 1410 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. જ્યારે દિલ્હીમાં આ જ કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 55 રૂપિયા વધ્યો છે અને હવે તે 1296 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. કોલકાતા અને મુંબઈમાં પણ 19 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ 55 રૂપિયા વધ્યો છે. 





Read More