Gujarat Rain Alert : રાજ્યમાં હવે મેઘરાજા બોલાવશે ધડબડાટી. આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં 3 દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ. આજે 4 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ છે. તો 26 જિલ્લામાં યલો-ઓરેન્જ અલર્ટ છે.
રાજ્યના 8 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ અપાયું છે. બે દિવસ માટે ભારે વરસાદનું રેડ અલર્ટ અપાયું છે. જેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી માટે રેડ અલર્ટ છે. વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દમણમાં રેડ અલર્ટ અપાયું. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં ઓરેન્જ અલર્ટ છે. દાહોદ, મહીસાગર, વડોદરામાં ઓરેન્જ અલર્ટ છે. તો ભરૂચ, સુરત અને ડાંગમાં પણ ઓરેન્જ અલર્ટ છે.
હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગના અનુસાર, અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છ, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદનું યેલો અલર્ટ છે. ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી છે. રાજ્ય તરફ એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઓફ શોર ટ્રફ, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી વરસાદી માહોલ જામ્યો છે.
અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, ગુજરાતમાં ફરીએકવાર વરસાદી રાઉન્ડ આવશે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવશે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. મહેસાણા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. આમ, ઓગસ્ટ મહિનામાં વરસાદ યથાવત રહેશે.