New Rules from 1 April: એપ્રિલ મહિનો તેની સાથે એક નવું નાણાકીય વર્ષ લઈને આવી રહ્યો છે, જેને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. આ નવા નાણાકીય વર્ષ સાથે તમારા રૂપિયા સંબંધિત ઘણા નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ સાથે ઘણા યુઝર્સના UPI ટ્રાન્ઝેક્શન પણ બંધ થઈ જશે. આવો જાણીએ ક્યા-ક્યા નિયમો થશે બદલાવ.
1 એપ્રિલથી NPCI એવા મોબાઈલ નંબરના UPI ટ્રાન્ઝેક્શન બંધ કરવા જઈ રહી છે જે લાંબા સમયથી ડિએક્ટિવેટ છે. જો તમે પણ UPI ટ્રાન્ઝેક્શન ચાલુ રાખવા માંગો છો, તો તમારા UPI સાથે લિંક કરેલ મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો.
1 એપ્રિલથી FD, RD અને આવી અન્ય બચત સ્કીમ પર બેન્ક 1 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર TDS કાપશે નહીં. સીનિયર સિટીઝન માટે પહેલા આ મર્યાદા 50,000 રૂપિયા હતી, જે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે અન્ય રોકાણકારો માટે આ મર્યાદા 40 હજાર રૂપિયાથી વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવી છે.
1 એપ્રિલથી ઘણી બેન્કોના સેવિંગ એકાઉન્ટ અને FD પરના વ્યાજ દરોમાં બદલાવ થવા જઈ રહ્યો છે. SBI, HDFC બેન્ક, ઈન્ડિયન બેન્ક, IDBI બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક જેવી ઘણી બેન્કોએ તેમની FD અને સ્પેશિયલ FDના વ્યાજ દરોમાં બદલાવ કર્યો છે, જેને તમે બેન્કની વેબસાઈટ પરથી જોઈ શકો છો.
જો તમારું PAN-Aadhaar લિંક નથી, તો તમે 1લી એપ્રિલથી સ્ટોક્સ પર ડિવિડન્ડ મેળવી શકશો નહીં. આ સાથે કેપિટલ ગેઈન પર ટીડીએસ કપાત પણ વધશે અને ફોર્મ 26ASમાં કોઈ ક્રેડિટ આપવામાં આવશે નહીં, જેના કારણે રિફંડમાં વધુ સમય લાગશે.
SEBIએ મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ ખોલવા માટેના નિયમો પણ કડક બનાવ્યા છે. જે મુજબ તમામ યુઝર્સે તેમની KYC અને નોમિનીની માહિતીને ફરીથી વેરિફાઈ કરવી પડશે, જો નહીં તો તમારા એકાઉન્ટ્સ ફ્રીઝ થઈ શકે છે. જો કે, તેને ફરીથી સક્રિય કરી શકાય છે, જો નોમિનીની વિગતો ઉપલબ્ધ ન હોય તો તેને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.