દર મહિનાની પહેલી તારીખની જેમ, આ મહિને પણ 1 જૂન 2025 ના રોજ કેટલાક નવા ફેરફારો થવાના છે. 1 જૂનના રોજ થઈ રહેલા આ ફેરફારોની સીધી...
New Rules from 1 June: જૂનનો મહિનો સામાન્ય લોકો માટે ખાસ રહેવાનો છે. હકીકતમાં જૂનની પ્રથમ તારીખથી કેટલાક ફેરફાર થશે જેની સીધી અસર તમારા પર પડશે. એલપીજી ગેસની કિંમતથી લઈને એફડી વ્યાજદર સુધી 1 જૂને ઘણા મહત્વના અને મોટા ફેરફાર થવાના છે. તો આવો જાણીએ એક જૂનથી કયા-કયા ફેરફાર થશે.
જૂનમાં ઈપીએફઓ સાથે જોડાયેલા કર્મચારીઓને મોટી રાહત મળી શકે છે. સરકાર EPFO નું નવું વર્ઝન 3.0 લોન્ચ કરવાની છે, જેનાથી પીએફ ઉપાડ, ડેટા અપડેટ અને ક્લેમ કરવો સરળ થશે. તે હેઠળ એટીએમ કાર્ડથી પૈસા કાઢી શકાશે.
1 જૂન, 2025 થી ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો લાગુ થઈ શકે છે. ઓટો-ડેબિટ નિષ્ફળતા પર 2% દંડ, યુટિલિટી બિલ અને ઇંધણ ખર્ચ પર વધારાના શુલ્ક, આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધારાના શુલ્ક અને રિવોર્ડ પોઈન્ટ સિસ્ટમમાં ઘટાડો પણ શક્ય બની શકે છે.
1 જૂન, 2025 ના રોજ, એટીએમ વ્યવહારના નિયમોમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. આમાં ATM ઉપાડ ફીમાં વધારો શામેલ છે. એટલે કે, ATM ઉપાડ પર નવા ચાર્જ લાગુ થવાના છે.
દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં મહત્વનો ફેરફાર થાય છે. તેવામાં આ વખતે પણ 1 જૂન 2025ના ગેસ સિલિન્ડરના ભાવમાં વધ-ઘટ થઈ શકે છે. એલજીપી ગેસની કિંમતમાં ફેરફારની અસર સામાન્ય લોકો પર પડશે.
1 જૂને FD ના વ્યજદરમાં વધારો કે ઘટાડો કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે બેંક 6.5% થી 7.5% વચ્ચે વ્યાજ આપી રહી છે, પરંતુ તેવી સંભાવના છે કે જૂનથી આ દર ઘટી શકે છે.