PHOTOS

માત્ર એકવાર ભરો રૂપિયા અને એક વર્ષ માટે Toll Taxનું ટેન્શન ખતમ! FasTag પર આવી રહ્યો છે નવો નિમય

Fastag Policy Update: ફાસ્ટેગના નવા નિયમો હેઠળ તમારે વાર્ષિક 3000 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. એકવાર તમે તમારા ફાસ્ટેગને રિચાર્જ કરી લો, પછી તમને આખા વર્ષ માટે ટોલમાંથી મુક્તિ મળશે. તમે આખા વર્ષ માટે ટોલ ચૂકવ્યા વિના કોઈપણ હાઇવે પર મુસાફરી કરી શકશો.

Advertisement
1/7
સરકાર ટૂંક સમયમાં લાવી શકે છે નવી ટોલ ટેક્સ પોલિસી
સરકાર ટૂંક સમયમાં લાવી શકે છે નવી ટોલ ટેક્સ પોલિસી

જો તમે બાઇક, કાર કે અન્ય કોઈ વાહન પર નેશનલ હાઇવે પરથી પસાર થાઓ છો, તો તમારે રસ્તામાં આવતા ટોલ પ્લાઝા વિશે જાણવું જ જોઈએ. તેને પાર કરવા માટે એક નિશ્ચિત ટેક્સ ચૂકવવો પડે છે. તમે આ ટેક્સ રોકડ અથવા FASTag દ્વારા ચૂકવી શકો છો. હવે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય સામાન્ય લોકોને રાહત આપવા માટે નવા ટોલ પાસ લાવવાની તૈયારી કરી રહ્યા છે.

2/7
3000 રૂપિયાનું રિચાર્જ કરાવો છો, તો આખું વર્ષ માટે રાહત
3000 રૂપિયાનું રિચાર્જ કરાવો છો, તો આખું વર્ષ માટે રાહત

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી ટોલ ટેક્સ પોલિસીનો પ્રસ્તાવ મૂક્યો છે. તેનાથી ટોલ ટેક્સમાં લગભગ 50% સુધીની રાહત મળવાની અપેક્ષા છે. આ દરખાસ્ત હેઠળ કાર માલિકોને 3000 રૂપિયાનો વાર્ષિક પાસ મળશે. એટલે કે, એકવાર તમે 3000 રૂપિયાનું ફાસ્ટેગ રિચાર્જ કરાવો છો, તો તમને આખા વર્ષ માટે ટોલમાંથી મુક્તિ મળશે. તમે આખા વર્ષ દરમિયાન કોઈપણ હાઇવે પર ટોલ ચૂકવ્યા વિના મુસાફરી કરી શકશો.

Banner Image
3/7
નહીં રહે ફિજિકલ ટોલ પ્લાઝા
નહીં રહે ફિજિકલ ટોલ પ્લાઝા

આ સાથે જ ટોલ બૂથ દૂર કરવાનો પ્લાન છે. નીતિન ગડકરીએ 14 એપ્રિલ 2025ના રોજ એક ઈવેન્ટ દરમિયાન કહ્યું હતું કે, ટૂંક સમયમાં દેશમાં નવી ટોલ પોલિસી લાગુ કરવામાં આવશે. ફિજિકલ ટોલ બૂથ દૂર કરવામાં આવશે.

4/7
પ્રતિ કિલોમીટરના આધારે ટેક્સ ચૂકવવો પડી શકે છે
પ્રતિ કિલોમીટરના આધારે ટેક્સ ચૂકવવો પડી શકે છે

પ્રસ્તાવ મુજબ, કારને 100 કિલોમીટર માટે લગભગ 50 રૂપિયા ચૂકવવા પડશે. હાલમાં ફક્ત માસિક પાસ જ ઉપલબ્ધ છે. આ પાસ સ્થાનિક લોકોને ચોક્કસ ટોલ પ્લાઝા પર ટેક્સમાંથી મુક્તિ આપે છે.

5/7
ટોલ પ્લાઝા વગર ટેક્સ કેવી રીતે કાપવામાં આવશે?
ટોલ પ્લાઝા વગર ટેક્સ કેવી રીતે કાપવામાં આવશે?

નવી સિસ્ટમ લાગુ થયા પછી ટોલ ટેક્સ માટે ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂર રહેશે નહીં. સેટેલાઇટ ટ્રેકિંગ દ્વારા ટોલ આપમેળે કટ થઈ જશે. સેટેલાઇટ દ્વારા વાહન નંબર પ્લેટ ઓળખવામાં આવશે. ઓટોમેટિક જ ટોવ કટ થઈ જશે. આ નવી સિસ્ટમ મેન્યુઅલ ટોલ કલેક્શનની જરૂરિયાતને દૂર કરશે.

6/7
2 લેનવાળા રસ્તાઓ પર નથી બનાવવામાં આવતા ટોલ પ્લાઝા
2 લેનવાળા રસ્તાઓ પર નથી બનાવવામાં આવતા ટોલ પ્લાઝા

2008ના નિયમો અનુસાર નેશનલ હાઈવેના એક જ ભાગમાં અને એક જ દિશામાં 60 કિમીની અંદર બીજો કોઈ ટોલ પ્લાઝા બનાવી શકાતો નથી. આનો અર્થ એ છે કે બે ટોલ પ્લાઝા વચ્ચે ઓછામાં ઓછું 60 કિમીનું અંતર હોવું જોઈએ.

7/7
ટોલ ટેક્સમાંથી સરકાર કેટલી કરે છે કમાણી?
ટોલ ટેક્સમાંથી સરકાર કેટલી કરે છે કમાણી?

ભારતમાં હાલમાં લગભગ 1065 ટોલ પ્લાઝા છે. આ ટોલ પ્લાઝા વાર્ષિક હજારો કરોડ રૂપિયાની આવક જનરેટ કરે છે. ટોલમાંથી સરકારની આવક સતત વધી રહી છે. 2023-24માં ભારતમાં ટોલમાંથી કુલ આવક 64,809.68 કરોડ રૂપિયા હતી. આ ગયા વર્ષ કરતાં 35% વધુ છે. 2019-20માં આ આવક 27,503 કરોડ રૂપિયા હતી.





Read More