દુનિયાભરમાં નવા વર્ષ 2021ના આગમનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. લોકોએ નવા વર્ષનું જોરદાર સ્વાગત કર્યું. રાતે 12 વાગતા જ દુનિયાના અલગ અલગ શહેરોમાં આતિશબાજી થઈ. આ દરમિયાન આકાશ રંગોથી ભરાઈ ગયું. લોકો મોટી સંખ્યામાં આ અદભૂત નજારો જોવા માટે પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા હતા. વર્ષ 2020માં લોકોએ કોરોના મહામારીથી લઈને આર્થિક મામલે અનેક પરેશાનીઓનો સામનો કર્યો. આવામાં નવું વર્ષ 2021 શરૂ થવાની સાથે જ લોકોને આશા છે કે આ વર્ષે મોટાભાગની મુશ્કેલીઓ દૂર થઈ જશે.
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નવા વર્ષનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન સિડનીના ઓપેરા હાઉસમાં આતિશબાજી સાથે નવું વર્ષ શરૂ થયું. ગુરુવારે રાતે 12 વાગતા પહેલા લોકો આતુરતાપૂર્વક નવા વર્ષની રાહ જોઈ રહ્યા હતા. ઓપેરા હાઉસની પાસે મોટી સંખ્યામાં લોકો ઉજવણી માટે ભેગા થઈ ગયા હતા. (તસવીર સાભાર રોયટર્સ)
થાઈલેન્ડના લોકોએ એક ફાઉન્ટેઈન પાસે બેસીને રંગબેરંગી લાઈટોથી સજેલા ખુબસુરત ફૂવારાનો નજારો જોયો અને પોતાના કેમેરામાં કેદ કર્યો. અહીં લોકો નવું વર્ષ શરૂ થતા જ ખુશખુશાલ જોવા મળ્યા. (તસવીર-સાભાર રોયટર્સ)
નવા વર્ષનો જશ્ન મનાવવા માટે લોકો મુંબઈમાં રસ્તાઓ પર નીકળી પડ્યા. આ દરમિયાન લોકોએ એક મોટા 2021ની સાથે ઉભા રહીને ફોટા પડાવ્યા. (તસવીર-પીટીઆઈ)
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હાર્બર બ્રિજન પાસે નવું વર્ષ શરૂ થતા જ આતિશબાજી થઈ. આતિશબાજીથી આકાશમાં રંગ વિખરાયા. નજારો એકદમ ખુબસુરત જોવા મળ્યો. હાર્બરબ્રિજ પાસે લગભગ 10 લાખ લોકો ભેગા થયા હતા. આ બધા અદભૂત નજારાના સાક્ષી બન્યા (તસવીર-પીટીઆઈ)
ગોવામાં લોકોએ ઉત્સાહ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. આ દરમિયાન આકાશમાં આતિશબાજી જોવા મળી. ગોવાના પાટનગર પણજીમાં લોકોએ ખુબ ફટાકડા ફોડ્યા. લોકોએ નવું વર્ષ શરૂ થતા એકબીજાને શુભેચ્છા પાઠવી. (તસવીર-ANI)