જો તમે નવા વર્ષની ઉજવણીનો પ્લાન ઘડી રહ્યા હોવ પરંતુ ખિસ્સા પર બોજો બહુ ન પડે તેવું પણ વિચારતા હોવ તો ભારતના એવા હિલ સ્ટેશનો વિશે તમે ખાસ જાણો જેનાથી તમારા ખિસ્સા બહુ ખાલી થશે નહીં. આ હિલ સ્ટેશનો ભારતના સૌથી સસ્તા હિલ સ્ટેશનો ગણાય છે.
હિમાચલ પ્રદેશમાં આવેલું કુલ્લુ પણ નવા વર્ષની ઉજવણી કરવા માટે ઓછા બજેટવાળું મસ્ત હિલ સ્ટેશન છે. તેનાથી સારી જગ્યા તમને ભાગ્યે જોવા મળશે. અહીં તમે તમારા મિત્રો કે પરિવાર સાથે ફરી શકો છો કે પછી પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો.
તમે નૈનીતાલ તો ગયા હશો કે તેના વિશે સાંભળ્યું પણ હશે પરંતુ શું તમે ક્યારેય ભીમતાલ વિશે જાણ્યું છે. આ જગ્યા ઓછા બજેટવાળા માટે જબરદસ્ત છે. અહીં તમે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકો છો.
ઉત્તરાખંડમાં આવેલું સાતતાલ ફરવા માટે સારું હિલ સ્ટેશન છે. અહીં પણ તમને ખુબ શાંતિનો અનુભવ થશે. આરામ કરવા અને થાક ઉતારવા માટે સારું ઓપ્શન છે.
ફરવા માટે હિમાચલ પ્રદેશનું આ કુફરી જબરદસ્ત છે. અહીં ફરવા માટે એકથી એક ચડિયાતી જગ્યાઓ છે. ધ્યાન રાખજો કે તમારે મોજ મસ્તી માટે આ હિલ સ્ટેશનો પર ફરવા માટે જલદી નીકળવું પડશે. આ જગ્યા પણ ફરવા માટે ખુબ જ સુંદર છે અને બજેટ પણ નહીં બગડે.
મુનસ્યારી ઉત્તરાખંડમાં આવેલું હિલ સ્ટેશન છે. જે ખુબ જ શાંત અને રમણીય છે. અહીં તમે મિત્રો સાથે ખુબ મસ્તી કરી શકો છો. મુનસ્યારી હરવા ફરવા માટેની ખાસ જગ્યાઓમાં સામેલ છે.