PHOTOS

ગુજરાતમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી; થશે જળબંબાકાર, અંબાલાલનો ઘાતક વરતારો

Ambalal Patel Prediction: ગ્લોબલ વોર્મિંગ લઈને હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કહે છે. ગ્લોબલ વોર્મિંગ કારણે ખેડૂતોને ખેતી નહીં છોડવી પડે. ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી રહ્યું છે. ભૂ-ભાગો અને દરિયાઈ ભાગોના સમતુલા કારણે ગ્લોબલ વોર્મિંગ ઓછું થઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગ અંગે ગાફીકલ રિ-પ્રેઝન્ટેશન કરવાની જરૂર છે. 

Advertisement
1/7

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.10 જુલાઈથી ફરીથી વરસાદનું જોર વધશે. કેટલાક વિસ્તારોમાં 8-10 ઇંચ વરસાદ પડી શકે છે. જો કે, અત્યારનો વરસાદ પાક માટે સારો ન હોવાનું આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   

2/7

અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ આવશે. અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. કારણ કે, 9 અને 10 જુલાઈએ વધુ એક સિસ્ટમ આવી રહી છે. આ કારણે ગુજરાતમાં વરસાદના પ્રમાણમાં વધઘટ થશે. આ કારણે 9 થી 12 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. 22 થી 30 જુલાઈએ જે સિસ્ટમ પસાર થશે, તે પણ ઉત્તર ભાગમાં વરસાદ લાવશે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે. 2 થી 8 ઓગસ્ટ ભારે વરસાદ આવી શકે છે. તાપી નદીના જળસ્તરમાં આ પાણી વધારો કરી શકે છે.  

Banner Image
3/7

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. 30થી 40 કિ.મી પ્રતિ કલાકે પવન ફૂંકાતા દરિયામાં કરંટ જોવા મળશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

4/7
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી

ત્રણ સિસ્ટમ સક્રિય રહેતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના અપાઈ છે. દરિયાકાંઠે 45-55 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે.અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ થઈ શકે છે. 

5/7

આ ઉપરાંત દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, નડિયાદમાં સામાન્ય વરસાદ રહેશે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, પાટણ, મહેસાણા, પાલનપુર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દ્વારકા અને પોરબંદરમાં મધ્યમ વરસાદ રહેશે. 2 થી 10 ઈંચ સુધી વરસાદ આવી શકે છે. તો સુરત-નવસારીમાં ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સંલગ્ન ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 

6/7
પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયા કાંઠે 40થી 55 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાન પણ આગાહી કરવામાં આવી છે.

7/7

હવામાન વિભાગના ડાયરેક્ટરે આગામી 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 48 કલાક હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. 30 થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 





Read More