ઓફિસ પોડમાં આખુ કાર્યાલય એક ગાડીની અંદર રહેશે. આ ગાડીમાં અમેરિકી ફર્નિચર નિર્માતા હરમન મિલરની ખુરસી હશે તેમજ એક કોમ્પ્યુટર મોનિટર માટે ડેસ્ક સ્પેસ આપવામાં આવી છે.
ઓફિસ પોડમાં આખુ કાર્યાલય એક ગાડીની અંદર રહેશે. આ ગાડીમાં અમેરિકી ફર્નિચર નિર્માતા હરમન મિલરની ખુરસી હશે તેમજ એક કોમ્પ્યુટર મોનિટર માટે ડેસ્ક સ્પેસ આપવામાં આવી છે.
નિસાનનો આ નવો કોન્સેપ્ટ કૈંપર વેન છે જે રિમોટ વર્કિંગ માટે એક હોમ ઓફિસમાં બદલાઈ જાય છે. અત્યારે લોકોને કારની આ ડિઝાઈન ખુબ જ પસંદ આવી રહી છે. કોઈ પણ વ્યક્તિ ગાડીમાં બેસવાની સાથે સાથે રૂફની ઉપર પણ ઓફિસનું કામ કરી શકે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.
કેટલાક દિવસો પહેલા ટોકયોના વર્ચ્યૂલ ઓટો શોમાં નિસાન કંપનીએ આ અનોખી ડિઝાઈનનો ખુલાસો કર્યો જેના ખુબ વખાણ થયા.
નિસાન મોટરની NV 350 કારવાં ઓફિસ પોડ કોન્સેપ્ટ છે જે ખાસ એક વાનના રૂપમમાં તૈયાર કરવામાં આવી છે. આ ડિઝાઈન એ લોકો માટે છે જે ઓફિસથી દૂર રહીને કામ કરે છે. સાથે જ યાત્રા દરમિયાન કામ કરતા હોય.