PHOTOS

Recipes: આ 5 શાકમાં લસણ-ડુંગળીનો વઘાર કરશો તો બગડી જશે સ્વાદ, હિંગનો વઘાર કરવાથી સ્વાદિષ્ટ બને છે આ દેશી વાનગી

No Onion No Garlic Recipes: એવું માનવામાં આવે છે કે શાકમાં ડુંગળી અને લસણ ઉમેરવાથી તે વધારે ટેસ્ટી બની જાય છે. પરંતુ જરૂરી નથી કે દરેક શાક લસણ-ડુંગળી સાથે ટેસ્ટી જ લાગે. 5 શાક એવા પણ છે જેમાં લસણ કે ડુંગળી ઉમેરવાની જરૂર રહેતી નથી. આ શાક લસણ અને ડુંગળી વિના જ સારા બને છે. જો આ શાકમાં લસણ અને ડુંગળી ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે. આ શાકને યોગ્ય વસ્તુના વઘાર સાથે બનાવશો તો તેનો સ્વાદ દાઢે વળગી જશે.  
 

Advertisement
1/6
કોળુ
કોળુ

કોળાનું શાક બનાવો ત્યારે તેમાં લસણ ડુંગળી ઉમેરવા નહીં. આ શાક ડુંગળી અને લસણ વિના જ સ્વાદિષ્ટ લાગે છે. કોળાનું શાક બનાવવું હોય તો તેમાં હિંગ, જીરું અને રાઈનો વઘાર કરવાનો હોય છે. આ શાકમાં ખટાશ માટે કાચી કેરી અને મીઠાશ માટે ગોળ ઉમેરવાનો હોય છે.   

2/6
દુધી 
દુધી 

દુધીનું શાક પણ હંમેશા લસણ અને ડુંગળી વિના જ બનાવવું જોઈએ. દૂધીનું શાક સ્વાદિષ્ટ બનાવવું હોય તો તેમાં જીરું અને હિંગ નો વઘાર કરવો. આ રીતે બનાવેલું દૂધીનું શાક શરીરને ઠંડક આપશે.   

Banner Image
3/6
બટેટાનું શાક 
બટેટાનું શાક 

ભંડારા અને લગ્ન પ્રસંગમાં બનતા બટેટાના શાકમાં પણ ડુંગળી અને લસણ હોતા નથી. ડુંગળી અને લસણ વિના આ શાક સ્વાદિષ્ટ લાગે છે. બટેટાનો ઘટ્ટ રસો બનાવવો હોય તો તેમાં ટમેટા પીસીને ઉમેરવાના હોય છે.   

4/6
તુરીયા 
તુરીયા 

પેટ અને સ્વાસ્થ્ય માટે તુરીયાનું શાક ફાયદાકારક હોય છે. તુરીયાના શાકમાં લસણ કે ડુંગળીનો વઘાર કરવો નહીં. તુરીયા નું શાક હિંગ અને જીરાના વઘાર સાથે બનાવવાનું હોય છે. તેમાં સૂકા ધાણા લીલા મરચા અને હળદર ઉમેરશો તો વધારે સ્વાદિષ્ટ લાગશે.   

5/6
મેથીની ભાજી 
મેથીની ભાજી 

મેથીની ભાજી પણ ડુંગળી અને લસણ વિના બનાવવાની હોય છે. ડુંગળી વિના મેથી ની ભાજી બનાવશો તો તે સ્વાદિષ્ટ પણ લાગશે અને વધારે પૌષ્ટિક બનશે. મેથીની ભાજીનો સ્વાદ માણવો હોય તો તેમાં લીલા મરચાનો વઘાર કરવો.  

6/6




Read More