PHOTOS

Twin Towers Demolition: 5, 4, 3, 2, 1; ધમાકો અને કાટમાળ બની ગયો ટ્વિન ટાવર્સ, જુઓ તસવીરો

આખરે નોઇડાના સેક્ટર 93 સ્થિત સુપરટેકનો ટ્વિન ટાવર ધ્વસ્ત થઈ ગયો. તેને પાડવા માટે 3700 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ થયો છે. ટારવ પડવાની સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ધમાકો થવાની સાથે ગણતરીની સેકેન્ડમાં 32 માળની ઇમારત જમીન પર ધરાશાયી થઈ ગઈ હતી. સાવચેતીના ભાગ રૂપે આ વિસ્તારને પહેલા જ ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. તમે પણ જુઓ ધમાકા બાદની તસવીરો..

Advertisement
1/5

1925માં શિકાગોમાં બનેલ મોરિસન હોટલની ઉંચાઈ 160 મીટર હતી. આ બિલ્ડિંગમાં 45 ફ્લોર્સ હતા. પરંતુ તેની જગ્યાએ એક નવી બિલ્ડિંગ ઉભી કરવા માટે વર્ષ 1965માં તેને ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. 

 

 

2/5

ભારતનું સુપરટેક ટ્વીન ટાવર પણ હવે આ યાદીમાં સામેલ થઈ ગયું છે. 32 અને 31 માળવાળા આ સુપરટેકના ટ્વીન ટાવરનું નામ ભૂંસાઈ ગયું છે. સોશિયલ મીડિયા પર તેના વિધ્વંસનો નજારો દરેક લોકો જોઈ રહ્યા છે. ટાવર તોડી પાડ્યા બાદ ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.

Banner Image
3/5

234 મીટર ઉંચો AXA ટાવર વિશ્વની સૌથી ઉંચી ઈમારત હશે જેને તોડી પાડવામાં આવશે. AXA ટાવર તોડી પાડ્યા પછી 305-મીટર ઉંચી ઇમારત માટે રસ્તો બનાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગને ટેક જાયન્ટ અલીબાબા અન્ય પાર્ટનર્સ સાથે મળીને ડેવલપ કરશે.

4/5

અબુ ધાબીનું મીના પ્લાઝા 2014માં પૂર્ણ થયું હતું. તમને જણાવી દઈએ કે તેની ઉંચાઈ 168.5 મીટર હતી. આ ઇમારત 2020માં તોડી પાડવામાં આવી હતી. મીના પ્લાઝાને તોડવા માટે ઈમ્પ્લોઝન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

5/5

ન્યૂયોર્કના જેપી મોર્ગન ચેઝ ટાવરને 270 પાર્ક એવન્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઈમારત 205 મીટરની ઉંચાઈ પર હતી અને તેને 2021માં તોડી પાડવામાં આવી હતી. તેના બદલે, 423 મીટરની ઉંચાઈ સાથે બિલ્ડિંગ બનાવવાનું કહેવામાં આવ્યું હતું.





Read More