Indian Railways Income: ભારતીય રેલ્વે દેશની લાઈફલાઈન તરીકે દેશના દરેક ખૂણે ખૂણાને જોડે છે. દેશના લોકો માટે મુસાફરીનું મુખ્ય સાધન હોવા ઉપરાંત તે માલસામાનના પરિવહનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રેલવે પેસેન્જર ભાડાં, નૂર પરિવહન, જાહેરાત અને લીઝિંગ દ્વારા નાણાં કમાય છે.
છેલ્લા કેટલાંક વર્ષોમાં રેલવેએ પોતાની સર્વિસને આધુનિક બનાવતા અને આવક વધારવા માટે ઘણા પ્રકારના કદમ ઉઠાવ્યા છે. આ કદમમાં નવી ટ્રેનોની શરૂઆત, સ્ટેશનોને મોડર્નોઈજેશન અને માલ પરિવહન માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલયના આ પ્રયાસોને કારણે રેલ્વેની આવકમાં વધારો થયો છે.
શું તમને ખબર છે રેલવેની રોજ અથવા તો દર મહિને કેટલી કમાણી કરે છે. ભારતીય રેલવેને રોજ લગભગ 400 કરોડ રૂપિયા (લગભગ 48 મિલિયન ડોલર)ની આવક થાય છે. આ કમાણીમાં સૌથી મોટો હિસ્સો માલગાડીઓમાંથી થનાર કમાણીનો છે. મહીનાના હિસાબથી કેલકુલેશન કરીએ તો આ 12000 કરોડ રૂપિયા થાય છે.
ભારતીય રેલ્વે તેની મોટાભાગની આવક ગુડ્સ ટ્રેનો દ્વારા મેળવે છે. ભારતીય રેલ્વે દ્વારા દરરોજ હજારો માલસામાન ટ્રેનો ચલાવવામાં આવે છે, જે લાખો ટન માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે.
માલગાડીઓમાંથી થનારી કમાણી બાદ યાત્રી ટ્રેનોમાંથી થનાર કમાણી પણ રેલવે માટે ઘણી મહત્વપૂર્ણ છે. રેલવે તરફથી દરરોજ હજારો યાત્રી ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે.
રેલ્વે અન્ય સ્ત્રોતોમાંથી પણ આવક મેળવે છે જેમ કે ભંગારના વેચાણ વગેરે. PIB ડેટા અનુસાર ભારતીય રેલ્વેએ એકલા નાણાકીય વર્ષ 22-23માં પરિવહનમાંથી રૂ. 1,60,158.48 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આરટીઆઈ મારફતે સામે આવેલી જાણકારી અનુસાર વર્ષ 20219-20 માં ટિકીટ કેન્સલ કરાવવાથી ભારતીય રેલવેની કમાણી 1724.44 કરોડ રૂપિયા હતી.