PHOTOS

અરમાન મલિક જ નહીં બોલિવૂડના આ અભિનેતાઓને પણ છે 2-2 પત્ની, બીજી પર દિલ આવતાં પહેલીને મુકી પડતી

Actors Who Married Twice: છેલ્લા ઘણા સમયથી યુટ્યુબર અરમાન મલિક બે પત્નીઓ રાખવા અને બંને પત્નીઓ એક જ સાથે ગર્ભવતી હોવાની વાતને લઈ ચર્ચામાં છે. પરંતુ માત્ર યુટ્યુબર અરમાન જ નહીં બોલિવૂડના ઘણા જાણીતા કલાકારો છે જેમણે પણ એક પત્ની હોવા છતાં બીજી મહિલા સાથે લગ્ન કર્યા છે અને પહેલી પત્નીની  જરાય ચિંતા કરી નથી. 

Advertisement
1/5
Dharmendra
Dharmendra

અભિનેતા ધર્મેન્દ્ર જ્યારે હિન્દી સિનેમામાં આવ્યા ત્યારે તેઓ પરિણીત હતા પરંતુ તેમનું દિલ ડ્રીમ ગર્લ હેમા માલિની પર આવી ગયું. ત્યારપછી તેમણે પહેલી પત્નીની નારાજગીની પરવા કર્યા વિના ધર્મ બદલીને હેમા માલિની સાથે લગ્ન કર્યા.

2/5
Raj Babbar
Raj Babbar

રાજ બબ્બરે પહેલા નાદિરા બબ્બર સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેનું સ્મિતા પાટિલ સાથે અફેર હતું. વાત એટલી આગળ વધી કે તેણે નાદિરાને છૂટાછેડા આપ્યા વિના સ્મિતા પાટિલ સાથે રહેવાનું શરુ કરી દીધું હતું અને પછી તેણે સ્મિતા પાટિલ સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્રનો જન્મ પણ થયો પરંતુ તે દરમિયાન સ્મિતા પાટિલનું મૃત્યુ થયું હતું.  

Banner Image
3/5
Mahesh Bhatt
Mahesh Bhatt

મહેશ ભટ્ટ કોલેજના દિવસોમાં કિરણના પ્રેમમાં પડ્યા અને બંનેએ લગ્ન કરી લીધા. પરંતુ બાદમાં સોની રાઝદાન પર તેનું દિલ આવી ગયું. તે સમયે મહેશ ભટ્ટ 2 બાળકોના પિતા હતા.  તેમ છતાં તેણે સોની સાથે લગ્ન કર્યા. તેણે પણ પહેલી પત્ની કિરણને ક્યારેય છૂટાછેડા આપ્યા ન હતા.

4/5
Sanjay Khan
Sanjay Khan

સંજય ખાને ઝરીન કટરક સાથે લગ્ન કર્યા હતા. જો કે તેનું નામ અભિનેત્રી ઝીનત અમાન સાથે જોડાયું હતું. એવું કહેવાય છે કે સંજયે ઝીનત સાથે લગ્ન પણ કર્યા હતા. અને પત્ની ઝરીનને છૂટાછેડા પણ આપ્યા ન હતા.

5/5
Salim Khan
Salim Khan

સલીમ ખાન સુશીલા ચરકના પ્રેમમાં પડ્યા. ત્યારબાદ સુશીલાએ પોતાનો ધર્મ બદલ્યો અને તે સુશીલામાંથી સલમા બની ગયા. પરંતુ લગ્નના 16 વર્ષ બાદ તેમના જીવનમાં ઝંઝાવાત આવ્યો જ્યારે સલીમ ખાને હેલન સાથે લગ્ન કર્યા અને તે પણ સલમા ખાનને છૂટાછેડા આપ્યા વિના.





Read More