WhatsApp પર Privacy Policy ને લઇને લોકો ખૂબ નારાજ છે. જે પ્રકારે લોકો પાસેથી બળજબરીપૂર્વક ડેટા લેવાની વાત કહેવામાં આવી હતી તેનાથી યૂઝર્સ WhatsApp છોડવાનું શરૂ કરી દીધું છે. લોકોને ડર છે કે WhatsApp તમારા અંગત ડેટાને લઇને ફેસબુક સાથે શેર કરવા લાગશે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમને તમને નંબર શેર કર્યા વિના WhatsApp ઓપરેટ કરવાની રીત બતાવી રહ્યા છે.
નવા નિયમ હેઠળ જેવા જ તમે તમારા મોબાઇલ નંબરથી WhatsApp ઉપયોગ કરો છો. એપ તમને ખરીદી અને બ્રાઉઝ કરવામાં આવનાર સાઇટ-એપ્સની ડિટેલ ફેસબુકને શેર કરી શકે છે. જોકે કંપનીએ કહ્યું કે તમારી પ્રાઇવેસી સાથે છેડછાડ કરવામાં નહી આવે.
જી હાં, તમે નંબર શેર કર્યા વિના WhatsApp નો ઉપયોગ કરી શકો છો.
સૌથી પહેલાં તમને એક વર્ચુઅલ નંબર લેવાની જરૂર નથી. તેના માટે તમે TextNow એપને ફોનમાં ડાઉનલોડ કરો. અહીં તમારું એક એકાઉન્ટ બનાવો.
TextNow એપ વડે તમને અમેરિકા અથવા કેનેડાથી એક નંબર સિલેક્ટ કરવો પડશે. હવે તમારા મોબાઇલમાંથી સિમ નિકાળો અને WhatsApp ખોલો. અહીં જેવો તમારી પાસે મોબાઇલ નંબર માંગવામાં આવે, TextNow માં સિલેક્ટ કરેલા વર્ચુઅલ નંબરને કોડ સાથે નાખી દો.
જેવા જ તમે TextNow નો નંબર WhatsApp માં નાખશો, તમારી પાસે વેરિફિકેશન માટે ઓપ્શન પૂછવામાં આવશે. અહીં તમે કોલનો ઓપ્શન સિલેક્ટ કરો. ત્યારબાદ WhatsApp વડે તમારે કોલ દ્રારા કોલ જણાવવામાં આવશે. તેને ધ્યાનમાં રાખી સિલેક્ટ કરો અને WhatsApp ના કોડ સેક્શનમાં નાખી દો. WhatsApp એક્ટિવેટ થઇ જશે. તમારો અસલી ફોન નંબર હંમેશા સુરક્ષિત રહેશે.