બોલિવુડના ફેમસ એક્ટર રણજીત (Ranjeet) ને કોણ નથી જાણતુ. પોઝિટિવ પાત્ર કરતા નેગેટિવ પાત્ર ભજવવા માટે તે પોપ્યુલર છે. એક્ટર રણજીતની ટીવી સ્ક્રીન પર એક અલગ ઓળખ છે. તેમણે ઢગલાબંધ ફિલ્મોમાં વિલનનો રોલ ભજવ્યો છે. રણજીતે હિન્દી ફિલ્મ, ટીવી શો અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ વિલનના રોલમાં ઓળખાવા લાગ્યા હતા.
એક્ટર રણજીતે ફિલ્મોમાં 300 થી વધુ રેપ સીન કર્યાં છે. રેપ સીનને કારણે તેમના પરિવારજનોએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.
એક ઈન્ટરવ્યૂમાં રણજીતે કહ્યું હતું કે, તેમનો પરિવાર બહુ જ રુઢિવાદી હતો. તેઓને જ્યારે માલૂમ પડ્યું કે, ફિલ્મ શરમીલીમાં તેઓએ હિરોઈન સાથે રેપનો સીન કર્યો છે તો તેઓને ઘરમાં કાઢી મૂક્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રણજીતે ફિલ્મ શરમીલીમાં વિલનનો રોલ ભજવવાથી બોલિવુડમાં ઓળખ મળી હતી. તેઓ 70 અને 80ના દાયકામાં લીડિંગ રોલમાં હતા.
તેમની પોપ્યુલર ફિલ્મોમાં રેશમા અને શેરા, સાવન ભાદો, દેશદ્રોહી, જાલિમ, જાન કી કસમ, કરણ અર્જુન, હલચલ, શરાબી, તીસરી આંખ વગેરેમાં વિલનનો રોલ કર્યો હતો.
રણજીત કામને લઈને પેશનેટ છે. જે તેમની એક્ટિંગમાં સ્પષ્ટ નજર આવે છે.