Navratri 2023: નવલા નોરતાનો પ્રારંભ આજે થયો છે. ગુજરાતમાં આખુ વર્ષ નવરાત્રિ પર્વની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે. નવરાત્રિ પર્વના પ્રથમ નોરતેથી જ ગરબા રસિકો અવનવી ચણિયાચોળીઓ, ધોતી-ઝભ્ભા તેમજ આકર્ષક આભૂષણો પહેરીને ગરબા રમવા પહોંચી ગયા હતા. માના ગરબા અને ઢોલના નાદે ગરબા ગ્રાઉન્ડ ગુંજી ઉઠયા હતા.