gujarat kutch is biggest district in india: ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ ગુજરાતમાં આવેલો છે. તે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે.
ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. ભારતના દરેક રાજ્ય, શહેર, જિલ્લાની પણ પોતાની વિશેષતા છે. આ બધા સ્થળો તેમની ખાદ્ય પરંપરાઓ, પહેરવેશ અને વિસ્તાર માટે જાણીતા છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતનો એક જિલ્લો એવો છે જે વિશાળતા માટે પણ જાણીતો છે.
આજે અમે તમને જણાવીશું કે ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે, જેની સરખામણીમાં દેશના 9 રાજ્યો પણ નાના પડે છે. ભારતનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, જેમાં સૌથી વધુ જિલ્લાઓ છે. પણ આ જિલ્લો યુપીમાં નથી.
ભારતમાં સૌથી ઓછા જિલ્લાઓ ધરાવતું રાજ્ય ગોવા છે, અહીં ફક્ત 2 જિલ્લા છે. અહીં જાણીએ દેશનો સૌથી મોટો જિલ્લો કયો છે.
ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ ગુજરાતમાં આવેલો છે. તે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે. તે 45,674 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ જિલ્લો સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશ કરતાં પણ મોટા છે.
કચ્છ જિલ્લો ગુજરાતનો 23.27 ટકા વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાને ગુજરાતનું હૃદય કહેવામાં આવે છે. તે વિશ્વના સૌથી મોટા મીઠાના રણમાં ગણાય છે.
ગુજરાતનો કચ્છ જિલ્લો કેરળ, હરિયાણા, સિક્કિમ, ગોવા, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને મેઘાલય કરતા મોટો છે.