PHOTOS

જુલાઈ-ઓગસ્ટ માટે અંબાલાલ પટેલની આગાહી ; આ તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે

Ambalal Ni Agahi : જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદનું કારણ જણાવ્યુ, સાથે જ જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદના વરતારો કેવો છે તે જણાવ્યું.

Advertisement
1/5
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, હાલ રાજ્યમાં વરસાદ બંધ છે. કાતરા નામની ઈયળ પડી છે અને કહેવાય છે કે એના આયુષ્ય સુધી વરસાદ નહિ આવે. હાલ આફ્રિકાના પવનોના કારણે 23 જુલાઈથી વાવાઝોડાના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવશે. ચોમાસુ હોવાના કારણે વાવાઝોડાની શક્યતા ઓછી છે, તેના કારણે તટીય વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સિસ્ટમ છત્તીસગઢ થઈ ધીમે ધીમે પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આવશે. જેના કારણે પંચમહાલ સાબરકાંઠા વડોદરા, ગાંધીનગર, અમદાવાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. 28 જુલાઈ આસપાસ ભારે વરસાદની શક્યતા છે અને જો સંજોગો બને તો અતિભારે વરસાદ પણ થઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, જુલાઈના ચોથા સપ્તાહમાં અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમના લીધે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ બની શકે છે. 

2/5
પૂર જેવો વરસાદ આવશે 
પૂર જેવો વરસાદ આવશે 

દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ, અને સોરાસ્ટ્રના અન્ય ભાગો તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. મહીસાગરના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, કચ્છના ભાગ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે. કોઈ કોઈ ભાગમાં પૂર જેવી પરિસ્થિતિ બની શકે છે.  

Banner Image
3/5
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત...
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત...

ગુજરાતમાં વરસાદી આંકડા અનુસાર, ગત 24 કલાકમાં રાજ્યના 174 તાલુકામાં વરસાદ નોંધાયો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે. બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ સવા 4 ઈંચ નોંધાયો. પોરબંદરના રાણાવાવમાં પણ સવા 4 ઈંચ વરસાદ નોધાયો. રાણાવાવમાં મોડીરાત્રે વરસ્યો સવા 4 ઈંચ વરસાદ નોંધાયો. પાલનપુર, અમીરગઢ, લાખણીમાં અઢીથી પોણા 3 ઈંચ થયો. ધોરાજી, મોરબી, માણાવદરમાં પણ 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. નડીયાદ અને કલ્યાણપુરમાં પણ 2 ઈંચ વરસાદ વરસ્યો.

4/5
ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો 
ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો 

રાજ્યમાં અત્યાર સુધીમાં વરસ્યો 52 ટકાથી વધુ વરસાદ પડ્યો. કચ્છમાં સૌથી વધુ સિઝનનો 61.34 ટકા વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં પણ સિઝનનો 55 ટકાથી વધુ વરસાદ રહ્યો. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 50થી 51 ટકા વરસાદ રહ્યો. રાજ્યના 8 જિલ્લામાં વરસ્યો 60 ટકાથી વધુ વરસાદ નોંધાયો. રાજ્યના 3 જિલ્લામાં હજુ પણ 40 ટકાથી ઓછો વરસાદ નોંધાયો. 

5/5
રાજસ્થાનમાં ધોધમાર વરસાદ
રાજસ્થાનમાં ધોધમાર વરસાદ

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદથી રાજસ્થાનના હાલ બેહાલ થયા છે. રાજસ્થાનના છ જિલ્લા જોધપુર, નાગૌર, પાલી, અજમેર, સિરોહી, જાલોરમાં ભારે વરસાદ રહ્યો. અજમેર અને ટોંકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 109 ટકા વરસાદ પડ્યો. શનિવારે અનેક જિલ્લાઓમાં શાળા બંધ રાખવામાં આવી. રાજસ્થાનના 28 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 





Read More