Mock Drill: જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાં 31 મેના રોજ સાંજે 5 કલાકે નડાબેટ ખાતે "ઓપરેશન શિલ્ડ" અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરાયું છે, વાવ-સુઈગામ વિસ્તારના તમામ ગામડાઓમાં સાંજે 7.45 થી 8.15 સુધી સાયરન વગાડીને બ્લેક આઉટ કરાશે.
બનાસકાંઠાના નડાબેટ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ ભારત-પાકિસ્તાન સરહદ પર "ઓપરેશન શિલ્ડ" અંતર્ગત સિવિલ ડિફેન્સ તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્થાનિક લોકો સહિત અધિકારી અને બીએસએફના જવાનો પણ જોડાયા હતા.